ભારતમાંVVPAT સિસ્ટીમનો સૌપ્રથમવાર ઉપયોગ કરનાર ગુજરાત પ્રથમ મોટું રાજ્ય : બી.બી. સ્વેન

790
gandhi2992017-2.jpg

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વખતે રાજ્યના તમામ ૫૦,૧૨૮ મતદાન મથકો પર વૉટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ (VVPAT) સિસ્ટમ મશીન દ્વારા મતદાન કરાશે. વીવીપેટ સિસ્ટમ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરનાર ગુજરાત ભારતનું સૌપ્રથમ મોટું રાજ્ય હશે. ગુજરાતના મુખ્ય  નિર્વાચન અધિકારી અને અગ્ર સચિવ બી.બી. સ્વૈને આજે ગાંધીનગરમાં ઇલેકટ્રોનિક વૉટીંગ મશીન-ઇવીએમ અને સાથે જોડાયેલા વીવીપેટ મશીનનું પ્રચાર માધ્યબમો સમક્ષ નિદર્શન કરતાં જણાવ્યું  હતું કે, વીવીપેટના ઉપયોગથી મતદાર પારદર્શિતા અનુભવી શકશે અને મતદારને નવા અધિકારો ભોગવવા મળશે. વર્ષ ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતમાં માત્ર ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વીવીપેટ સિસ્ટવમનો ઉપયોગ કરાયો હતો. વિધાન સભાની આગામી ચૂંટણીમાં રાજ્યના તમામ મતદાન મથકો પર સૌ પ્રથમ વખત વીવીપેટ સિસ્ટમ દ્વારા મતદાન યોજાશે. આ માટે ભારતના પાંચ રાજ્યો અને ભારત સરકારની બે કંપનીઓ, ભેલ અને એસિલ પાસેથી ૭૦,૧૮૨ જેટલા વીવીપેટ મશીનો ગુજરાત આવી રહ્યા છે. વીવીપેટ સિસ્ટપમના ઉપયોગથી પ્રત્યેીક મત રજીસ્ટર્ડ થતાં ૭ સેકન્ડ જેટલો સમય થાય છે. આ કારણે મતદાનની સમયાવધિમાં પણ વધારો કરવા માટે ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આખરી થયેલી મતદાર યાદી મુજબ મતદારોની સંખ્યાર ૪ કરોડ, ૩૩ લાખ નોંધાઇ છે. વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં બાવન લાખ મતદારો વધ્યા છે. મુખ્ય  ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈતન એ જણાવ્યું  હતું કે, મતદારોની સંખ્યા  વધતાં મતદાન મથકોમાં પણ ૪૫૦૦ નો વધારો કરવામાં આવ્યોણ છે, એટલું જ નહીં દરેક મતદાન મથકોમાં મતદારો સમયસર તકલીફ વિના મતદાન કરી શકે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રત્યેક મતદાન મથક દીઠ ૧૨૦૦ મતદારો અને શહેરી વિસ્તારોમાં પ્રત્યેક મતદાન મથક દીઠ ૧૪૦૦ મતદારોની મહત્તમ સંખ્યામ નિશ્ચિત કરવામાં આવી છે. 
આ માટે પુરતો સરવે કરીને મતદાતાઓની ૧૨૦૦ થી વધુ સંખ્યાય ન હોય, મતદાન મથક બે કિલોમીટરથી વધુ અંતરે ન હોય અને વચ્ચેવ નદી-નાળા ન આવતા હોય એ રીતે મતદાન મથકોની સંખ્યા  વધારવામાં આવી છે.
ઇવીએમ મશીનમાં વૉટ આપ્યા પછી મતદાર વીવીપેટ મશીનમાં પોતાનો મત કોને ગયો છે તેની ચોકસાઇ નિહાળી શકશે. વીવીપેટ સિસ્ટીમ મશીનમાં રજીસ્ટર થયેલા મતની પ્રિન્ટ નિકળશે જે સિસ્ટમમાં જ રહેશે. મતગણતરી વખતે બેલેટ કંટ્રોલ યુનિટથી જ મતગણતરી  થશે, પરન્તુ મતગણતરી વખતે કોઇ અનિયમિતતા દેખાય કે પ્રશ્ન ઉભો થાય તો તે વખતે વીવીપેટ મશીનની પ્રિન્ટેડ સ્લીંપની ગણતરી આખરી ગણાશે. વીવીપેટ સિસ્ટફમના નિદર્શન અને સંપૂર્ણ જાણકારી માટે ચૂંટણી પંચ દ્વારા ઝુંબેશ હાથ ધરાશે. આ અંગે માહિતી આપતાં બી. બી. સ્વૈને જણાવ્યું હતું કે, રાજ્યના તમામ રાજકીય પક્ષો, પ્રચાર માધ્યમો અને પ્રત્યેક મતદાર સુધી વીવીપેટની વિગતો અને નિદર્શન પહોંચે એવા પ્રયત્નો કરાશે. આ માટે એક ‘જાગૃતિ વાન’ પણ તૈયાર કરાશે, જેમાં મોક મતદાન મથક બનાવાશે. આ વાન શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચે એ માટે પ્રયત્નો  કરાશે. તેમણે એમ પણ જણાવ્યું  હતું કે, ગુજરાતમાં ૧૦ લાખથી વધુ યુવા મતદારો એવા નોંધાયા છે, જે સૌ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આવા યુવાન મતદારો સુધી વીવીપેટની જાણકારી પહોંચે એવો પ્રયત્નમ કરાશે.
આ બેઠકમાં અધિક મુખ્યે નિર્વાચન અધિકારી અશોક માણેક, લલિત પાડલિયા, સંયુક્ત મુખ્યથ નિર્વાચન અધીકારી જયદીપ દ્વિવેદી અને અન્યો ઉચ્ચ  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous article ૧પ દિવસથી ઉભરાતી ગટરો : રોગચાળાનો ભય
Next article પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ