નવરાત્રિની છેલ્લી રાત્રિ ખેલૈયાઓએ મનભરીને માણી…

903
bvn3092017-7.jpg

માં નવદુર્ગાના નવલા નોરતાની છેલ્લી રાત્રિએ ખેલૈયાઓએ મન ભરીને માણી હતી. જેમાં શહેરના સુભાષનગર ખાતે ક્ષત્રિય કારડીયા યુવા વિકાસ દ્વારા તલવાર રાસનું આયોજન કરાયું છે. જેમાં સમાજની મહિલાઓએ તલવાર રાસના કરબત કર્યા હતા. જ્યારે સરદારનગર પાસે બાજ ખેડાવાળ યુવક મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં વિસ્તારની બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ શહેરના રબ્બર ફેક્ટરી પાસે આવેલ પરાગ એપાર્ટમેન્ટમાં ભાઈ-બહેનોએ દાંડીયાના સથવારે ગરબાની મજા માણી હતી. જ્યારે ચિત્રા વિસ્તારમાં નારેશ્વર નવરાત્રિ મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના વિસ્તારની બાળાઓ મહિલાઓએ ઓરકેસ્ટ્રાના તાલે ગરબે ઝુમી હતી અને સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ડોક્ટર હોલ ખાતે સમાજના લોકો માટે ત્રિદિવસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મોટીસંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી રાસ-ગરબે ઝુમ્યા હતા.

Previous articleધોબી સોસાયટીમાં બહુચરાજીનો સ્વાંગ
Next articlePM નરેન્દ્ર મોદી ૭-૮ ઓકટોબરે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો