ડેન્ગ્યુ-મેલેરીયાના વધતા કહેર વચ્ચે ૩૧૯ બાંધકામ સાઇટો પર તપાસ

822
gandhi2102017-5.jpg

જિલ્લામાં દર વર્ષે મચ્છરજન્ય બિમારીઓને અટકાવવા આગોતરા કામગીરી કરવા સાથે સાથે વરસાદ બાદ પણ સતત કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જુલાઇ સુધીમાં બે વખત હાઉસ ટુ હાઉસ સર્વે કરીને તમામ મકાનોને આવરી લેવામાં આવ્યા હતા. કેટલાક કોન્ટ્રાકરો દ્વારા બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. તેઓને નોટીસો પણ આપવામાં આવી છે. તેમ છતા કેટલાક લોકો નોટીસોને પણ ગણકારતા નથી. ત્યારે જિલ્લામાં ફરી સાઇટો તથા ઇન્ટસ્ટ્રીયલ એકમોમાં સર્વે કરવામાં આવ્યો છે. કારણ કે મેલેરીયાનાં કેસો વધી રહ્યા છે. 
ડેન્ગ્યુનાં પણ છુટા છવાયા કેસો સામે આવી રહ્યા છે. ૩૧૯ સાઇટો તથા ઇન્ટસ્ટ્રીયલ એકમોમાં કરવામાં આવેલી તપાસમાં ૭૮ સ્થળો પરથી વધુ ઓછા પ્રમાણમાં બ્રિડીંગ મળતા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને નોટીસો પણ આપવામાં આવી છે. 
હવે વરસાદ નહી પડે તો ચિંતા નથી. પરંતુ જો થોડો ઘણો પણ વરસાદ પડે તો મેલેરીયા અને મચ્છરનો ઉપદ્રવ વધી શકે છે. તપાસ દરમિયાન કુડાસણમાં આવેલી શિવાલય પરીસરની બાંધકામ સાઇટ પર સુઘઢ પીએસસીની ટીમ તપાસ કરતા બિલ્ડરની નિષ્કાળજી સામે આવી હતી, જે પુર્વે પણ બિલ્ડરોને ૭ વખત નોટીસો આપવામાં આવી હતી. 
આખરે તેમની સામે આઇપીસી ૧૮૮ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીનાં આદેશથી ફરીયાદ દાખલ કરવામાં આવી છે. રાજયનો પ્રથમ કિસ્સો છે. આરોગ્ય વિભાગે તાકીદ કરી છે કે જો કોઇ સાઇટ પર ગફલત જોવા મળશે તો પોલીસ ફરીયાદ તથા સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરાશે. 

Previous article૧૦૦ વખત રક્તદાન કરનારા ૧૦૧ રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માન
Next articleમહાત્મા મંદિર ખાતે ગુજરાત ક્વિઝ – ર૦૧૭ નો સમાપન સમારંભ યોજાયો