ગુજરાત : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા માટે કોંગ્રેસ-બીજેપીની કાંટાની ટક્કર

1999

લોકસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજ્યના સ્થાનિક સત્તાસંકુલોમાં કયો પક્ષ બેઠો છે તેનું વજન વધવાનું છે. જેને લઇને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવાનો મુદ્દો ગરમાયો છે.પંચમહાલ જિલ્લામાં આજે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ૨૧ અપક્ષ સભ્યો, ૧૮ ભાજપના સભ્યો અને ૧ કોંગ્રેસના સભ્ય ધરાવતી ગોધરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ખૂબ જ સંવેદનશીલ ગણાતી આ ચૂંટણી પ્રક્રિયાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામજોધપુર જિલ્લાની ૬ પૈકી ૫ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસને બહુમતી મળી હતી. જામજોધપુર, લાલપુર અને જામનગર તાલુકા પંચાયતના કોંગ્રેસના સદસ્યો ભૂગર્ભમાં ઉતરી જતાં કોંગ્રેસમાં દોડધામ સર્જાઈ હતી. જામજોધપુરમાં ૧૧ પૈકી ૪ સભ્યો કોંગ્રેસથી પણ સંપર્ક વિહોણા બની ગયાં હતાં. લાલપુર તાલુકા પંચાયતમાં પણ ત્રણથી ચાર  જેટલા કોંગ્રેસના સભ્યો ભૂગર્ભમાં ઉતરી જતાં કોંગ્રેસ માટે સંકટ સર્જાયું હતું. તો બીજીબાજુ જામનગર તાલુકા પંચાયતમાં ઉહાપોહ સર્જાયો હતો. ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરતસિંહ નટુભા જાડેજા, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદ સામત ડાંગર અને ઉપ પ્રમુખ તરીકે જ્યોત્સના દાસની વરણી કરવામાં આવી હતી.

તો રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હમીરસિંહ સોઢાની વરણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના અલ્પાબહેન ખાટરીયા નિશ્ચિત છે જ્યારે ઉપપ્રમુખ તરીકે સુભાષ મકડીયા ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યાં છે.

વિધિવત જાહેરાત આવતીકાલે થશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસના સભ્યોમાં ભડકો જોવા મળ્યો હતો. પ્રમુખ પદ માટે કોંગ્રેસના સભ્ય ભાનુબહેન તળપદાએ ઉમેદવારી નોંધાવી છે. તો ઉપપ્રમુખ પદ માટે ભાજપના સભ્ય ધ્રુપદબા જાડેજની ઉમેદવારીને કોંગ્રેસના સભ્યોએ ટેકો જાહેર કર્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે કોંગ્રેસના જયાબહેન લાખાભાઈ ડાંગર અને ઉપપ્રમુખ તરીકે નસીમાબહેન સુમરા ચૂંટાઇ આવ્યાં છે.

સાબરકાંઠા જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.જિલ્લાની કુલ ૩૬ બેઠકમાંથી ૨૯ કોંગ્રેસ અને ભાજપ પાસે ૭ બેઠક છે. કોંગ્રેસના રતનબહેન સુતરીયા અને ભાજપના વર્ષબહેન વણકરે ફોર્મ ભર્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ બનશે તે નિશ્ચિત જેવું છે. ડભોઇ નગરપાલિકાના ઉપપ્રમુથ સલીમ ઘાંચીએ રાજીનામું આપ્યું છે. તેમણે થોડાક સમય પહેલાં જ ભાજપમાંથી બળવો કરી કોંગ્રેસ શાસિત નગરપાલિકમાં ઉપપ્રમુખ પદ મેળવ્યું હતું. તાલાળા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે નિધિબહેન જેન્તીભાઈ સંતોકી જ્યારે ઉપપ્રમુખપદે ગીતાબહેન વિજયભાઈ કામળિયા બિનહરીફ વરણી થઇ. કોંગ્રેસે સતા જાળવી રાખી છે. તો વેરાવળ તાલુકા પંચાયતમાં પ્રમુખપદે પૂરીબેન જગમલભાઈ સોલંકી અને ઉપપ્રમુખપદ માટે દેવાયતભાઈ લાખાભાઈ મેર બહુમતીથી જીતતાં કોંગ્રેસે સતા જાળવી રાખી છે. સૂત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખપદે હરિભાઈ મંગાભાઈ વાળા જ્યારે ઉપપ્રમુખપદે બચુભાઇ રામભાઈ મેર બિનહરીફ વરણી થતાં ભાજપે સતા જાળવી રાખી છે. કોડીનાર તાલુકા પંચાયતમાં પ્રમુખપદે નિમુબહેન નાટવરસિંહ વાળા અને ઉપપ્રમુખપદે બાબુભાઇ ઉકાભાઈ સોલંકીની બિનહરીફ વરણી થઇ. અહીં પણ ભાજપે સતા જાળવી રાખી છે. ગીર ગઢડા અને ઊના તાલુકા પંચાયતોમાં ભાજપ શાસન જાળવ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપારેખ પરિવાર દ્વારા વડીલોના સ્મરણાર્થે વૃક્ષારોપણ કરાયું