હાલમાં ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતા પૂનમ મહાજન અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે આવી હતી. તેણે પોતાના આ સંબોધનમાં પોતાની સાથે થયેલી જાતીય શોષણની ઘટનાનો ખુલાસો કર્યો છે.
ૈંૈંસ્ના કાર્યક્રમ રેડ બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા આવેલી પૂનમ મહાજને જણાવ્યું કે, ‘જ્યારે તેની પાસે દરરોજ કારથી આવવા-જવાના પૈસા નહોતા ત્યારે તે પોતાની ક્લાસ માટે વર્લીથી વર્સોવા સુધી ટ્રેનમાં સફર કરતી હતી અને જ્યારે કોઇ તેને ગંદી નજરથી જોતું હતું તો તેને પોતાના પર દયા નહોતી આવતી. આ પ્રકારની સ્થિતિમાં જ્યારે કોઇ ખોટી રીતે તમારી સામે જોવે તો તમારી જાતને બેચારી ના સમજો. ધરતી પર તમામ મહિલાઓએ ખાસ કરીને ભારતમાં રહેતી મહિલાઓએ આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. તમામ ભારતીય મહિલા ક્યારેક તો છેડતીનો ભોગ બની હશે. અમેરિકામાં કોઇ મહિલા રાષ્ટ્રપતિ બની નથી જ્યારે આપણે અહીં મહિલાઓ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી અને મુખ્યમંત્રી સહિતના પદો પર રહી છે. કોઇ તમને પરેશાન કરે છે તો તેને તમારો મારી દો.’
આ કાર્યક્રમમાં પૂનમ મહાજને સિરિયલોમાં મહિલાઓની છબી વિશે જણાવતા કહ્યું હતું કે તે મહિલાઓની છબિને નુકસાન પહોંચાડી રહી છે. પૂનમ ઉત્તર મુંબઇ પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને દિવંગત બીજેપી નેતા પ્રમોદ મહાજનની દીકરી પણ છે. પોતાના પિતા પ્રમોદ મહાજનના નિધન બાદ પૂનમ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોગ્રેસની પ્રિયા દત્તને હરાવીને પૂનમ સાંસદ બની હતી.