સિહોરની સંસ્કૃતિ સ્કુલમાં નવરાત્રિની ઉજવણી

653
bvn1032017-1.jpg

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિક સ્કુલ ખાતે નવરાત્રિ પર્વની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાલમંદિર તથા ધોરણ-૧ થી ૧રના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસથી નવરાત્રિના આયોજનમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સાથે વિદ્યામંજરી શાળા પરિવારે પણ ગરબાના તાલે પોતાનો અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્‌્રેડિશ્નલ ડ્રેસ, ગરબા અને દાંડીયારાસમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવ્યા હતા.