મુખ્યમંત્રીના હાથે ડ્રો કરેલા મકાનોમાં ગુડા દ્વારા અપારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર 

976
gandhi4102017-3.jpg

ઘરનુ ઘર આપવાના કોંગ્રેસની જાહેરાત બાદ જાગેલી ભાજપની સરકારે તાત્કાલિક એફોર્ડેબલ હાઉસીંગની યોજનાઓ બનાવી હતી તે અંતર્ગત ગુડા દ્વારા પણ જુદા જુદા એફોર્ડેબલ હાઉસીંગ બનાવવામાં આવ્યા હતા અને કેટલાક મકાનોનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે તાજેતરમાં કરવામાં આવ્યો હતો. જેમાં ગુડાના પોતાના નિયમો વિરૂધ્ધ એક મકાન ગુડા વિસ્તારમાં હોય તો બીજુ મકાન મળે જ નહીં છતાં ભ્રષ્ટાચારી રીતરસમથી એક જ ઘરના ત્રણને મકાન ફાળવી દેવાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 
આ ઉપરાંત અન્ય કિસ્સાઓમાં પણ મળતિયા, લાગતા- વળગતા અને કેટલાંક અંદરના લોકોના મતે ચાલતી ચર્ચા મુજબ બિલ્ડરના જ ડમી ઉમેદવારોને નામે મકાન ફાળવી જરૂરિયાત મંદોને બદલે મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેની તપાસ થાય તો હાલના ચેરમેન આશિષ દવેના હાથ ખરડાયેલા બહાર આવે તેમ છે. 
ગુડાના સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ અગાઉ નાના મકાનો લાગ્યા હોય તેવા કેટલાક લોકોને બીજી સ્કીમોમાં પણ મકાન આપી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જેની યોગ્ય તપાસ સ્કુટીની કરવામાં આવે તો ખરેખર ભાજપની નીતિ- જરૂરિયાતને ઘર આપવાની સાર્થક થાય નહીં તો ફકત ભ્રષ્ટાચારી લોકોને જ ફાયદો થાય. એના સમર્થનમાં ચાલતી ચર્ચા મુજબ હજી જુની સ્કીમોનું પઝેશન આપે ૬ મહિનાથી વૃષ થવા આવ્યું હોવા છતાં ૧૦ ટકા મકાન માલીકો બાકીના ૪૦ ટકા ભાડુઆતો ગુડાની સ્કીમમાં રહે છે જે ડમી હોવાનું પુરવાર કરે છે. બાકીના પ૦ ટકા હજી પઝેશન પણ લેવા આવ્યા નથી. આમ ચૂંટણી ટાણે જ ગુડાનો આવો ભ્રષ્ટાચાર બહાર આવતાં ભાજપ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં. ચારેલ કુુટુંબને ત્રણ મકાન ફાળવવાનું ખુદ ગુડાના લીસ્ટમાં જોઈ શકાય છે. 
વળી આશિષ દવે ગાંધીનગરમાં જુનિયર હોવા છતાં કેટલાંક સિનિયરોને વટાવી પહેલાં મનપામાં ચેરમેન અને ત્યારબાદ ગુડાના ચેરમેન બની જવા પાછળ પણ અનેક ચર્ચાઓ અને ખુદ ભાજપમાં વાતો ચાલે છે તેને બાજુ પર રાખીએ તો પણ ઘરના ઘર જેવા નરેન્દ્ર મોદીની મહત્વની યોજના જેમાં ડ્રો વખતે મુખ્યમંત્રીએ પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુકત ફાળવણીની વાતો કરી તેનાથી વિપરીત કિસ્સાઓએ ગુડાની પોલ ખોલી નાંખી છે. 

Previous articleગુજરાતના કર્મચારીઓમાં આનંદો : ૭મું પગાર પંચ મંજુર
Next article ભાજપ ભગાડો પરિવર્તન લાવોના સુત્ર સાથે આપ ચૂંટણી મેદાનમાં