આજે તારીખ ૧-૯-૧૭ના રોજ ભાવનગર નાગરીક સહકારી બેંક લિ. તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે બેંકની કૃષ્ણનગર શાખામાં સવારે ૧૦-૦૦ વાગ્યાથી સ્વાઈન ફ્લુ, ચિકનગુનિયા અને વાઈરલ ઈન્સ્ફેક્શનના તાવ સામે લડવા આયુર્વેદ જડીબુટ્ટીથી બનાવેલ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ.
બેંકના હોદ્દેદારો ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ બારૈયા, ડીરેક્ટર પ્રવિણભાઈ પોદા, કમલેશભાઈ મહેતા ઉપરાંત જનરલ મેનેજર, આસી. જનરલ મેનેજર ઉત્કર્ષ ઓઝા તથા બ્રાંચ મેનેજર હિતેશ ડી. દવે ઉપરાંત બેંકની અન્ય શાખાઓના મેનેજરો ઉપરાંત રેડક્રોસના ચેરમેન ડો.મીલનભાઈ દવે, વાઈસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર, પ્રોગ્રામ ઓફિસર વિનય કામળીયા અને તેમની ટીમ ઉપસ્થિત રહેલ.
બેંકના સ્ટાફ, સભાસદો, ગ્રાહકો, ડીપોઝીટર ઉપરાંત ડોન વિસ્તારના વેપારીઓ અને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા વિનામુલ્યે થયેલ ઉકાળા વિતરણનો બહોળો લાભ લીધેલ.