ભાવ. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

1007
bvn282017-10.jpg

ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ અને બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ઘોઘાસર્કલ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શહેરની (૧પ) શાળાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનોની એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ખાતે કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સવા કરોડનું દાન આપનાર દાનવીર જનાર્દનભાઈ ભટ્ટ, શિક્ષણાધિકારી પ્રજાપતિ, આસી. શિક્ષણાધિકારી, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના મહેશભાઈ ભટ્ટ, ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના સમીરભાઈ શાહ, બી.એમ. કોમર્સના પ્રિન્સીપાલ પરેશભાઈ ત્રિવેદી, પૂર્વ શિક્ષણાધિકારી બાબુભાઈ પરમાર, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મણીભાઈ ગાંધી, ઉપપ્રમુખ ધીરૂભાઈ ધંધુકિયા, માનદમંત્રી પ્રકાશભાઈ બોસમીયા, વિપુલભાઈ મહેતા, ટ્રસ્ટીઓ હિતેશભાઈ રાજ્યગુરૂ, મયંકભાઈ ગોસાઈ, જેશંકરભાઈ તેરૈયા, મીનાબેન ચોક્સી, રમેશભાઈ વ્યાસ, અલ્પેશભાઈ ત્રિવેદી તથા કારોબારી સભ્ય વગેરે ઉપસ્થિત રહેલ તેમજ નિર્ણાયક તરીકે એમ.જે. રામાનુજ, ધરતીબેન રાજ્યગુરૂ, જીગરભાઈ પંડયાએ સેવા આપેલ.
જેમાં શહેરની જુદી જુદી ૧પ શાળાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધેલ અને ગ્રાહકોએ કઈ બાબતમાં, કેવી રીતે છેતરાય છે તેમજ ઓનલાઈન ખરીદીથી થતા લાભ તેમજ ગેરલાભ જાણીતી કંપનીઓ ઓનલાઈનમાં ઈનામી ડ્રોમાં જે તે ગ્રાહકને લાખોમાં ઈનામો લાગેલ છે તેવી ખોટી જાહેરાત/ટેલીફોનિક વાતથી ગ્રાહકોને છેતરે છે તે બાબતે શું ધ્યાનમાં લેવું જોઈએ તેવી અનેક બાબતની જાણકારી આજના ગ્રાહકો એવા નાનામાં નાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ પોતાના વક્તવ્યમાં પ્રસ્તુત કરેલ.
આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સ્વામીનારાયણ ગુરૂકુળની રાજ્યગુરૂ ધ્વની દિલીપભાઈ, દ્વિતિય ક્રમે મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયની અંજારીયા નીશા જીવરાજભાઈ, તૃતિય ક્રમે ઘરશાળાની ઓઝા ચૈત્રી પ્રશાંતભાઈએ મળેલ. જેમાં વિદ્યાર્થીઓને શીલ્ડ અને શાળાઓને રનીંગ શીલ્ડ તેમજ ચોથા ક્રમે બી.એમ. કોમર્સના અજવાળીયા મીહીર કમલેશભાઈ અને પાંચમાં ક્રમે મહદી ઈંગ્લીશ મિડીયમ સ્કુલની વિદ્યાર્થીની ઝરીવાલા ઝહરાને મળેલ છે.
 

Previous articleહાર્દિકને તાકીદે મુક્ત નહીં કરાય તો ફરી આંદોલનની પાટીદારોની ચિમકી
Next articleભાવનગર નાગરિક બેંક દ્વારા રેડક્રોસના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ