નાના-મોટા સાકરીયા ગામે ૮ દિવસમાં પાણી નહીં મળે તો મતદાનના બહિષ્કારની ચિમકી

842
guj5102017-4.jpg

જાફરાબાદ તાલુકાના નાના મોટા સાકરીયામાં માણસને કે માલઢોરને પીવાનુ પાણી ૩ મહિનાથી બંધ – રજુઆતોનો ફિયાસ્કો થતા ચૂંટણી મતદાનનો બહિષકાર તેમજ દિન૮માં પીવાનું પાણી નહી મળે તો રોડ ચકકાજામ કરવાની ચિમકી અપાઈ.
આજે રાજયના વિકાસમાં રહેલી હરણફાળના સમયમાં જાફરાબાદ તાલુકાના બે ગામો મોટા અને નાના સાકરીયામાં લ્યો બલોલ માણસને કે માલઢોરને પીવાનું પાણી જ નથી ઢોરને પીવાનો અવેડોમાં તો જાડવા ઉગી ગયા છે અને ખારૂ પાણી પી.પી.ને ગામમાં પથરી, શ્વાસ દમના દર્દીઓનો વધારો થવા લાગતા પાણી પુરવઠા વિભાગને અનેક વખત રજુઆતો કરતા રજુઆતોનો ઉલાળીયો કરતા આખરે દિન આઠમાં ગામમાં પાણી (નર્મદા યોજનાનું) નહીં આવે તો રોડ ચકકાજામ તેમજ આગામી આવી રહેલ ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તેમ ગામના (જુથ) નાના મોટા સાકરીયાના સરપંચ અશ્વીનભાઈ વરૂ, જયરાજભાઈ, અનિરૂધ્ધભાઈ, કિશોરભાઈ, અનકભાઈ વાળા અને પ્રવિણભાઈ વરૂ દ્વારા આગામી દિન આઠમાં પીવાનું પાણી નહીં અપાય તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે તેમજ ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેમ પ્રવિણભાઈ વરૂ દ્વારા પાણી પુરવઠા વિભાગના ચૌધરી ભાઈને આજે આવેદનના સ્વરૂપમાં રજુઆત કરેલ છે. 

Previous articleધોળાદ્રી ગામે સિંહ પરિવારે નવ પશુઓનું મારણ કર્યુ
Next articleરાણપુર પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે