બાબરીયાધાર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર : આરોપીઓ ફરાર

2013

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો નરાધમો દ્વારા સરાજાહેર શિકાર, સોમનાથ મંદિર પાસે મોરના શિકારોને પકડી પાડવા આરએફઓ રાજલબેન પાઠકની ટીમ ડુંગરેડુંગરા ખેડી રહી છે.

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો એક ચોક્કસ કોમ દ્વારા નરાધમોએ ગીલોલી જેવા હથિયારથી માથાના ભાગે પથ્થર વાગતા મોરનું હેમ્રેજ થતા મોત થયેલનું પોસ્ટ મોર્ટમમાં ઘટસ્ફોટ વન વિભાગ રાજલબેન પાઠક આરએફઓ દ્વારા જાણવા મળતી વિગત પ્રમાણે ગત તા.પ જુલાઈના રોજ બાબરીયાધાર ગામ લોકો દ્વારા વન વિભાગને ખબર અપાયા કે ગામના સોમનાથ મંદિર પાસે ૬૬ કેવી પાસે તાજો મોરનો શિકાર થયેલ છે. ફોરેસ્ટર રાજ્યગુરૂ સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચતા મોર મરેલ હાલતમાં તાજો જોવા મળતા શિકારીઓની શોધ માટે વારંવાર કરતા અપરાધો જેમકે નાગેશ્રી ગામે પણ સસલાના શિકારીઓને પકડી પાડી જેલ હવાલે કરેલ તેમ આવા શિકારી પ્રવૃત્તિ કરતી ચોક્કસ કોમના ઝુપડેઝુપડામાં તપાસનો ધમધમાટ કરતા અમુક તત્વો ફરાર જોવા મળ્યાથી સાથે ગામના સરપંચ અનિલભાઈ લાડુમોર તેમજ ગામના તમામ હિન્દુ-મુસ્લિમ સમાજના યુવાનો, વડીલોએ સાથ આપી બાબરીયાધારના ડુંગર ઉપર આવેલ ભોયરા સુધી તપાસમાં જોડાયા હતા.