ઇડર ખાતે શિક્ષક સાનિધ્ય-સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

1011
guj5102017-7.jpg

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ડાયેટ કોલેજ વિધાનસભાના અધ્યક્ષરમણલાલ વોરાની અધ્યક્ષતાશિક્ષક સાનિધ્ય-સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકનું સ્થાન સન્માનીય છે. જેના થકી સમાજ પ્રસરતા કુરીવાજો અટકાવવાની સાથે પરીવર્તન લાવવાનું બહુમૂલ્ય કામ કરે છે. શ્રેષ્ઠ શિક્ષક વિધાર્થીના જીવનમાં વિકાસ ઘડતરનું કામ કરે છે. 
આ પ્રસંગે ડાયેટ કોલેજના પ્રાચાર્ય  પોરાણીયા, વરીષ્ઠ સાહિત્યકાર રાઘવજી માઘડ તથા  અશ્વિન પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. આ કાર્યક્રમમાં એ ગ્રેડ ધરાવતી શાળાના શિક્ષકગણનું સન્માનની સાથે શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અધ્યક્ષ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી કોર્ડીનેટર સહિત મોટી સંખ્યામાં સારસ્વતમિત્રો .ઉપસ્થિત રહ્યા હતા.