મહાદેવ ગૃપ દ્વારા મામલતદાર, પીઆઈને આવેદન પત્ર પાઠવ્યું

1401

તાજેતરમાં લાઠી ગામે આવેલ એક ગૌશાળામાંથી રાત્રીના સમયે ૧ર વાછરડાની ચોરી થવા પામી હતી જે સંદર્ભે ચોરી કરનાર શખ્સોને ઝડપી કાયદાની રૂએ કડક કાર્યવાહીની માંગ લાઠી ગામ સ્થીત ગૌ સેવકો દ્વારા મામલતદાર તથા લાઠી પોલીસ મથકના પી.આઈ.ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.  ગત તા. ૬-૭ના રોજ રાત્રીના ૧રઃ૩૦ના સુમરે લાઠીની મહાદેવ ગૃપ ગૌશાળામાંથી અંદાજે ૧ર જેટલા વાછરડાની લાઠીના ટોડા ગામના દે.પુ. શખ્સો તથા સ્થાનિક કસાઈઓએ ચોરી કરી નાસી છુટયા હતાં. આ કામગીરી ગૌશાળામાં રાખેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. આ ઘટના અંગે થયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે માત્ર ૩ આરોપીની ધરપકડ કરી હતી. તથા અન્ય શખ્સોની ધરપકડ થવા પામી ન હતી. આથી સમગ્ર પ્રકરણે ઉગ્ર માંગ સાથે મહાદેવ ગૃપ ગૌશાળા તથા લાઠીના જીવદયા પ્રેમીઓ દ્વારા લાઠીના મામલતદાર તથા લાઠી પો.સ્ટે.ના પી.આઈ.ને આવેદન પત્ર પાઠવી કડક પગલાની માંગ કરી છે. આ સંદર્ભે લાઠી ગામ બંધનું એલાન પણ આપવામાં આવશે તેવી રજુઆત કરી હતી.

Previous articleવારાહ સ્વરૂપ ગામે પ્રા.શાળામાં દાતા દ્વારા સીલીંગ ફેનની ભેટ
Next articleરાજુલાનાં ઈન્ચાર્જ ચીફ ઓફિસરે સફાઈનાં બંધ વાહનો શરૂ કરાવ્યા