ગુજરાત ગૌરવ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત

817
bvn6102017-2.jpg

આજરોજ ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લામાં પ્રવેશી હતી. જે અંતર્ગત તળાજા ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, આઈ.કે.જાડેજા અને પ્રદેશ આગેવાનોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવેલ. મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી અને ઉમેશભાઈ મકવાણાની આગેવાનીમાં સાંસદ નારણભાઈ કાછડીયાની ઉપસ્થિતિ તેમજ યાત્રાના ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ પનોતના માર્ગદર્શનમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સફળતાપુર્વકનું આયોજન કરવામાં આવેલ, જેમાં જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદ જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા સદસ્યો, સેલ મોર્ચા આગેવાનો, શુભેચ્છકો સમર્થકોની હાજરીમાં આશરે ર૦૦ કાર અને પ૦૦ બાઈકના કાફલા સાથે યાત્રા ભાવનગર જિલ્લામાં પ્રવેશી અને ઠેર-ઠેર અભુતપુર્વ સ્વાગત કરવામાં આવેલ, તળાજા અને પાલિતાણામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી અને લોકોન સ્વયંભુ જુવાળ કેસરીયા સાગરના રૂપમાં ઉમટી પડ્યો હતો, લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડી યાત્રાને અવિશ્વશનીય સફળતા આપી હતી. આવતીકાલે યાત્રા વલ્લભીપુર શહેરમાં સભા સાથે પુરી થશે અને અન્ય જીલ્લામાં પ્રવેશ કરશે. 

શિહોર, તળાજા, પાલીતાણામાં ગૌરવયાત્રાનો થયેલો વિરોધ
ભાવનગર જિલ્લામાં આજે ગૌરવયાત્રાનો પ્રવેશ થયો હતો આ યાત્રા તળાજા, પાલીતાણા અને સિહોર ખાતે પ્રવેશી હતી જ્યાં કોંગ્રેસ અને ‘પાસ’ ના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા તમામ સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હોય આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.