શરદપુનમની રાસોત્સવ અને સ્વાદોત્સવ સાથે ઉજવણી કરાઈ

1399
bvn6102017-4.jpg

માં નવદુર્ગાના નવલા નોરતા અને દેશરા બાદ આજરોજ ભાવેણાવાસીઓએ શરદ પુનમની રસોત્સવ અને સ્વાદોત્સવ સાથે ઉજવણી કરી હતી. શહેરના ઘણા ખરા વીસ્તારોમાં એપાર્ટમેન્ટો, કોમન પ્લોટોમાં રાસ-ગરબાના આયોજનો થયા હતાં. જેમાં લતાવાસીઓ રાસે ઝુમ્યા હતાં. સાથે પુર્ણ ચંદ્ર એટલે કે શરદપુર્ણીમાની ભાવેણાવાસીઓએ દુધ પૈવાની સાથે ઉધીયુ, દહીંવડા, ગુલાજાંબુની જીયાફત માણી હતી. ભાવનગર શહેરમાં આજરોજ હજારો કીલો ઉંધીયું શહેરીજનો આરોગી ગયા હતાં. આ વર્ષે  ઉંધીયાનો ભાવ ૧૦૦ રૂપિયાથી શરૂ કરી રપ૦ સુધીનું વેચાણ રખાયું હતું. જેમાં સવારથી જ દુકાનોમાં ધોમ ધરાકી જોવા મળી હતી. શરદપુનમની રઢીયાળી રાતે ભાવેણાવાસીઓ પરિવારજનો મિત્રો સાથે શહેર નજીકના ઘોઘા, હાથબ, ગૌત્તમેશવર, કુડા, કોળી પાક સહિતના દરીયા કાંઠે પીકનીક કરવા પહોંચી ગયા હતાં.  જયા રાત્રી દરમ્યાન મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. જયારે શહેરના બોરતળાવ ખાતે મોડીરાત સુધી મેળાવડો જામ્યો હતો અને નાના બાળકોએ બાલવાટીકાની મજા માણી હતી દિવાળીના આગમનના એધાંણ લઈને આવતા પર્વ શરદપુર્ણીમાની ભાવેણા વાસીઓએ ચાંદની રાતે રાસોત્સવ અને સ્વાદોત્સવ સાથે ઉત્સાહપુર્વક ઉજવણી કરી હતી. 

Previous articleબહુચર મંદિર અને ભવાની મંદિરે માતાજીનો યજ્ઞ
Next articleગુજરાત ગૌરવ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત