મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ચોથા વર્ગના કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભથી વંચિત રાખવામાં આવતા કર્મચારી વર્ગમાં રોષ ફેલાયો છે આ અંગે કુલપતિને રજુઆત કરવાના આવી હતી.
કુલપતિની કચેરી સમયે એકઠા થયેલ સફાઈ કામદાર સહિતના ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતા. અને કુલપતિને મળીને રજુઆત કરવામાં આવી હતી.
કુલપતિ ડો. શૈલેષ ઝાલાએ કર્મચારીઓની રજુઆત સાંભળી હતી અને યોગ્ય કરવા ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં રાજુભાઈ બેરડીયા સહિત કર્મચારીઓ જોડાયા હતા.