ગુજરાત સરકાર વિરૂદ્ધ આંદોલનનો સમય પાક્યો છેઃ કોંગ્રેસનો લલકાર

1546
guj292017-6.jpg

૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે ૬૪ વર્ષ પૂર્ણ કરનારા કિસાન મુક્તિદિન અને સનદ્‌ વિતરણનાં ૫૦ વર્ષના સુવર્ણજયંતિ કાર્યક્રમના અવસરે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વલસાડના નાના પોંઢા ખાતે ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધી હતી.
વલસાડ કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની આગેવીની હેઠળ આયોજકત ૬૪માં કિસાન મુક્તિદિન અને સનદ્‌ વિતરણના ૫૦માં વર્ષની સુવર્ણ જયંતિ મહત્સવ ૨૦૧૭ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં માનવમેદની ઉપસ્થિત રહી હતી.  છેલ્લાં ૫૦ વર્ષથી સ્વ. ઇન્દિરા ગાંધીના હસ્તે તામ્રપત્ર પર લખાયેલી સનદને સાચવનારા હયાત ત્રણ આદિવાસી ખેડૂતોનું, સત્યાગ્રહીઓનું સન્માન કર્યુ હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત હરિયાણાના કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યુ હતુું કે જમીનમાંથી સોનું ઉગાડવા સોનું ઉગાડનારા ખેડૂતોને કોંગ્રેસે અધિકાર આપ્યો હતો. અને હાલની મોદી સરકાર, રૂપાણી સરકાર તે અધિકાર પર તરાપ મારી રહી છે. ત્યારે આદિવાસી કિસાન ખેડૂતોએ ફરી એક વાર પોતાના હક માટે હાલની ભાજપા સરકાર સમક્ષ સત્યાગ્રહ કરવાની જરૂર ઉભી થઇ છે. ખેડૂતોને તેમના પાકના ભાવ મળતા નથી. સુગર  ફેકટરીમાં, ચોખામાં દિવસે દિવસે ખેડૂતોને મળતા ભાવો નીચે જઇ રહ્યાં છે. ત્યારે આ ખેડૂત વિરોધી, આદિવાસી વિરોધી સરકારથી મુક્તિ મેળવવા આજના મુક્તિદિને સંકલ્પ કરવા આહવાન કર્યુ હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના મોદી સરકારના રાજમાં ૨૦૧૬ સુધીમાં ૧૨૬૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અને વર્ષે ૨૦૧૬/૧૭ દરમિયાન આ આંકડો ૧૪૦૦૦ પર પંહોચવાનો છે. દેશમાં રોજના ૩૩ ખેડૂતો આત્મહત્યા કરતાં હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ભાજપની સરકારે લોકોને બેવકૂફ બનાવ્યાં છે. અને અન્નદાતાની જિંદગીનો અભિશાપ બની ને આવ્યો છે. કોંગ્રેસ વિપક્ષમાં રહીને પણ તમારી પડખે છે તમારા સંતાનોને શિક્ષણ અપાવો કાબેલ બનાવો કોંગ્રેસ પાર્ટી ગરીબોની, દલિતોની, આદિવાસીઓની પાર્ટી છે અને કોંગ્રેસને ખેડ સત્યાગ્રહની ઉજવણી કરવાનો હક હોવાનું જણાવ્યુ હતું.
ઉજવણી કાર્યક્રમમાં વલસાડ, નવસારી, ડાંગની ૩૦ હજાર જેટલી માનવ મેદની કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હોવાનો અંદાજ જાણકારોએ વ્યક્ત કર્યો હતો. જોકે કોંગ્રેસે એક લાખની મેદની આવવાની આશા વ્યક્ત કરી હતી
સુવર્ણ જયંતિ મહોત્સવમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, સીએલપી મોહનસિંગ રાઠવા, તુષાર ચૌધરી, કેતન પટેલ, કિશનભાઇ પટેલ સહિતના પંચાયતના પ્રમુખો, સભ્યો કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જોકે પૂર્વનિર્ધારિત જાહેરાત પ્રમાણે અહેમદ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં ન હતાં.

Previous articleરાઘવજી પટેલે સમર્થકો સાથે કેસરીયો ખેસ કર્યો ધારણ, મુખ્યમંત્રી રહ્યાં હાજર
Next articleગુજરાતમાં એઇમ્સ માટે કેન્દ્રની ટીમ રાજકોટ, વડોદરાની મુલાકાતે