હાટકેશ્વર મંદિરમાં મોદીએ  પૂજા-અર્ચના કરી

1179
guj9102017-3.jpg

વડનગરના હાટકેશ્વર મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાદેવજીની પૂજા અર્ચના પણ કરી હતી. મોદીએ ભગવાનની આરતી પણ ઉતારી હતી. મોદી પહેલા પણ આ મંદિરમાં હમેશા આવતા રહ્યા છે જેથી મોદીની મંદિરની મુલાકાતને લઇને પણ લોકોને માહિતી મળ્યા બાદ પહેલાથી લોકો ઉમટી પડ્યા હતા. મોદીએ હાટકેશ્વરના આશીર્વાદથી યાત્રા શરૂ કરી હતી. વડનગરના હાટકેશ્વર બાબાના આશીર્વાદથી, વારાણસી-કાશી સુધીની યાત્રા અને સફળ યાત્રા માટે વારાણસીના ભોલેબાબાના આશીર્વાદ છે. ભગવાન શિવજી એટલે ભોલેબાબા પાસે ઝેર પીવાની અને ઝેર પચાવવાની શક્તિ છે. મને પણ ઝેર પીવાની અને ઝેર પચાવવાની ભોલેબાબાએ શક્તિ આપી છે તેમ મોદીએ કહ્યું હતું.