શ્રી અર્બુદા પરિવાર ટ્રસ્ટ છાલા દ્વારા ચૌધરી સમાજના તેજસ્વીઓને સન્માનવા સમારોહ યોજાયો

902
gandhi10102017-4.jpg

શ્રી અર્બુદા પરિવાર ટ્રસ્ટ છાલા – ગાંધીનગર વિભાગ દ્વારા સમાજના માનાર્હ વડીલો તથા દાનવીરોના આશિર્વાદથી ચૌધરી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવા ૧૩ મો તેજસ્વી તારલા સન્માન સમારોહ – ર૦૧૭ રવિવારના રોજ શક્તિમંદિર અંબાજી, મુ. ગિયોડ ખાતે યોજાઈ ગયો હતો. સમાજના આગેવાનોનું શાલ ઓઢાડી આ તબકકે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજ માટે વિશિષ્ટ કામગીરી કરવા બદલ પણ મહિલા તેમજ આગેવાનોને બિરદાવ્યા હતા. અર્બુદા પરિવાર ટ્રસ્ટ, છાલા દ્વારા પ્રમુખ દિલીપભાઈ આર. પટેલ, ઉપપ્રમુખ નાથુભાઈ એમ. ચૌધરી, મંત્રી કોદરભાઈ પટેલ, કોષાધ્યક્ષ ફતાભાઈ પટેલની આગેવાની હેઠળ યોજાયેલ. 
સમારંભના અધ્યક્ષપદે વિપુલભાઈ ચૌધરી, ઉદઘાટક બેચરભાઈ ચૌધરી, અતિથી વિશેષ અમીતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેજસ્વી તારલાઓને ટ્રોફી અને ઈનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું.