છત્રાલ ગામે ગૌચરની જમીનમાં તાણી બાંધેલા દબાણ હટાવવા મેગા ડિમોલીશન

1785

કલોલ તાલુકાના છત્રાલ ગામે ગૌચરની જમીનમાં તાણી બાંધેલા દબાણ હટાવવા મેગા ડિમોલીશન કરાયુ હતુ. તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના અધીકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ૨ ટીમ બનાવીને કાર્યવાહી કરી તેમાં ૪૨ મકાન તોડી પાડ્‌યા હતાં. મોટી સંખ્યામાં પાકા મકાનો તોડી પાડતા ફફડાટ ફેલાઇ ગયો હતો.

દબાણ નહી હટાવાય તેવા અંદાજ સાથે દબાણકારોએ મકાન ખાલી કર્યા ન હતા. જો કે પરિસ્થિતી પામી તેમણે શક્ય તેટલી કામની ચીજો બચાવવા પ્રયત્ન કર્યા હતા. મોટા પ્રમાણમાં પાકા દબાણો દુર થતા જોવા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્‌યા હતા. કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની કેટલીયે મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

વર્ષ ૨૦૧૩માં વિધાન સભામાં છત્રાલના દબાણોનો પ્રશ્ન ઉઠ્‌યો હતો. જેમાં ગૌચર જમીનમાં પાકા દબાણ સહીત ગામના દબાણો અંગે ચર્ચા થઇ હતી અને તે સમયે જ દબાણ દુર કરવાની કાર્યવાહી ચાર વખત ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાયા પછી કોઇ કારણે કાર્યવાહી મોફુક રખાઇ હતી.

ગત ૨૬ જુલાઇએ તાલુકા પંચાયત તેમજ છત્રાલ ગ્રામ પંચાયતના અધિકારીઓ પોલીસ કાફલા સાથે દબાણ દુર કરવા જેસીબી તેમજ ટ્રેકટર સહીત પહોચી ગયા હતા.

આખરે રહેવાસીઓએ પોતાનો સામાન મકાનોમાંથી ખાલી કરવાનો શરૂ કર્યો હતો અને જેસીબી ફેરવી દબાણો દુર કર્યા હતા. ત્યારે સ્ટેના કારણે દબાણો મોફુક રખાયા તેમાં સૈયદ મુતુજાઅલી નજજુમીયન, સૈયદ મહેબુબમીયા ઉમરમીયા, મલેક હુસેનભાઇ મોતીભાઇ અને સૈયદ માલીમીયા નજ્જુમીયાના મકાન છોડી દેવાયા હતા.

Previous articleકરાઈ ખાતે બિન હથીયારધારી પોલીસ ઈન્સ્પેકટરનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો
Next articleદહેગામમાં આડેધડ લારીઓ ઉભી રાખતા વેપારીઓ -રહિશો વચ્ચે વિવાદ