રાજુલા તાલુકાના વાવેરા ગામે ચેકડેમમાં ડુબી જતા કિશોરનું મોત

2187

રાજુલા તાલુકાના વાવેરા ગામે છલકાઈ ગયેલ ચેકડેમમાં ગરીબ પરિવારનો બાળકનો પગ લપસી જતા ડુબી જવાથી મોત નિપજ્યું હતું. હીરાભાઈ સોલંકીની ટીમ તેમજ સરપંચ આગેવાનોની અથાક મહેનતથી લાશ શોધી પી.એમ. બાદ ગામ આખામાં શોકનો માહોલ સર્જાયો હતો.

હજુ ખાખબાઈના ભરવાડ ભોજાભાઈ પાણીમાં ડુબી જવાથી મોતની શાહી પણ સુકાઈ નથી ત્યાં રાજુલા તાલુકાના વાવેરા ગામે પાણીથી છલોછલ ભરેલ ચેકડેમમાં ગઈકાલે ૧પ વર્ષિય સાગર ભુપતભાઈ ચૌહાણ જાતે કોળી જેનો પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોતની ખબર વાવેરા સરપંચ બીચ્છુભાઈ ધાખડા અને ઉપસરપંચ કનુભાઈ ધાખડા દ્વારા માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને જાણ કરતા પોતે ગાંધીનગર હોય પણ તાત્કાલિક તેની ભાજપ ટીમના આગેવાનો ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, મહેન્દ્રભાઈ ધાખડા તેમજ તાલુકા સદસ્ય પ્રતાપભાઈ મકવાણા તુરંત વાવેરા ગામે દોડી ગયા ત્યારે ગામના સેવાભાવી યુવાનોએ ઉંડા પાણીમાં ઝંપલાવી શોધખોળ આરંભી ખૂબ જહેમત બાદ ડુબી ગયેલ સાગર ભુપતભાઈની લાશને બહાર કાઢી તાત્કાલિક ડેડ બોડીને રાજુલા પી.એમ.માં મોકલાઈ. આખા ગામમાં શોકનો માહોલ સર્જાયો ત્યારે આ ઘટનાની ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, કનુભાઈ ધાખડા, લખમણભાઈ વાવડીયા સહિત કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી જઈ ધારાસભ્ય દ્વારા એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ કરી આપી હતી તેમજ વાવેરા ગામના ઉપસરપંચ કનુભાઈ ધાખડા દ્વારા આ ગરીબ પરિવારને સરકાર તરફથી મળતી સહાય મળવા બાબતે માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને રજૂઆત કરેલ.

 

Previous articleઘોઘા તાલુકામાં પંચાયતી રાજની માહિતી અંગે યોજાયેલી મીટીંગ
Next articleશિવકુંજ આશ્રમ-જાળીયામાં ગુરૂપૂર્ણિમા