ભાવથી અધેલાઈ ફોરટ્રેક હાઈ-વેનું ૧રમીએ ખાતમુર્હુત

4670

ભાવેણાનો ચોતરફી વિકાસ થાય અને ભાવેણું અનેકવિધ ધંધા રોજગારોથી ધમધમતું થાય તેવી દરેક ભાવેણા વાસીઓનું લાંબા સમયથી સ્વપ્ન રહ્યું છે. ભાવેણા વાસીઓના સ્વ્પ્નને હક્કિતમાં ફેરવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે અને આજે ભાવનગરના વિકાસ માટે રૂા. ૭૦૦ કરોડના ખર્ચે ભાવનગરથી અધેલાઈ સુધીનો બ્રીજ સાથેનો આરસીસી ફોર લેન નેશનલ હાઈવે મંજુર કર્યો હતો. જેનું ખાતમુર્હુત આગામી ૧રમી ઓગષ્ટના રોજ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રાજયપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી, નાયબ મુખ્ય્મંત્રી નીતીનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી વિભાવરીબેન દવે, પરશોત્તમભાઈ સોલંકી સહિતના વરદ હસ્તે યોજાશે જેનું ખાતમુહૂર્ત આગામી ૧રમી રોજ શહેરના પ્રવેશદ્વાર સમાન  નારી ચોકડી ખાતે ભવ્યતાથી કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભાવનગર અમદાવાદ ફોર લેન એ વર્ષોથી પ્રત્યેક ભાવેણાવાસીઓનું સ્વપ્ન રહ્યું છે ત્યારે વર્ષો પછી એક ગુજરાત વડાપ્રધાન બનતા નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવીયા અને મંત્રી વિભાવરીબેન દવેના અથાગ પ્રયત્નોથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે ભાવેણાવાસીઓના આ સ્વપ્નને જમીન ઉપર ઉતારી રહી છે અને ભાવેણાના વિકાસનો રો-રો ફેરી સર્વિસ બાદ વધુ એક વિકાસદ્વારા ખોલી રહી છે. રૂા. ૭૦૦ કરોડના ખર્ચે ભાવનગરથી અધેલાઈ ફોરલેન બ્રીજ સાથેનો આરસીસી નેશનલ હાઈવે મંજુર કર્યો હતો. જેનું ખાત મુહૂર્ત આગામી ૧રમી  ઓગષ્ટના રોજ નારી ચોકડી પાસે યોજાનાર છે. જેની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર અને પાર્ટી વતી આરંભવામાં આવેલ છે. કાર્યક્રમની રૂપરેખા અને સ્થળ નીરીક્ષણ માટે આજે જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મેયર મનહરભાઈ મોરી, કલેકટર, કમિશ્નર સહિત વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.

Previous articleમહાપાલિકા આકરા પાણીએ જાણો શું કરી કાર્યવાહી
Next articleધારીમાં ૩ દિપડાના મોત, કેવી રીતે થયા વાંચો