રાજ્ય સરકાર પાર્કિંગ જગ્યા સિવાયની ઈમારતોને બાંધકામની મંજૂરી નહિ આપે

771

ગુજરાતમાં ફરી એકવાર મિલકતમાં પાર્કિંગ અનામત રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. પાર્કિંગ સ્પેસ સિવાયની ઇમારતોને બાંધકામની મંજૂરી આપવામાં નહીં આવે. સરકારે આ અંગેનો ય્ઇ રિવ્યૂ કર્યો છે.

સરકારના આદેશનું પાલન રાજ્યની તમામ શહેરી સંસ્થાઓ તેમજ સત્તાવિકાસ મંડળને લાગુ પડશે. ખાસ કરીને જાહેર સ્થળની નજીકમાં પાર્કિંગની જગ્યા ઊભી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. બિલ્ડરોએ મિલકત બનાવતાં પહેલાં આ જગ્યાને અનામત રાખવી પડશે.

સરકાર નવી પોલિસીમાં એવી જોગવાઈ કરી રહી છે કે માર્ગ સાઇડે વાહનો પાર્ક થાય નહીં. દરેક મિલકતને પાર્કિંગની જગ્યા ફાળવવાની રહેશે. રાજ્ય રોડ સલામતી કાઉન્સિલના સભ્યો તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી સત્તાવાળાઓ, શહેરી વિકાસ વિભાગ, રસ્તાઓ અને ઇમારતો વિભાગ અને તમામ સંબંધિત સત્તાવાળાઓના પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમને તમામ મુખ્ય જાહેર સુવિધાઓ માટે અનામત પ્લોટ્‌સમાં પાર્કિંગની સ્કીમ બનાવવા અંગે તાકીદ કરી હતી.

રાજ્યના શહેરોમાં જ્યાં ભૂગર્ભમાં પાર્કિંગની સુવિધા છે અને તેમાં દુકાનો કે ઓફિસ થઈ છે તે દૂર કરાવી પાર્કિંગ માટેની જગ્યા ખૂલ્લી કરાશે અન્યથા ઇમારતને સીલ કરી દેવામાં આવશે. સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણેની સજાની જોગવાઈ પણ અમલમાં મૂકવા માગે છે. સરકારે રોડ સેફ્ટિ ઓથોરિટીમાં નવી નિયુક્તિ કરવાનું પણ નક્કી કર્યું છે.

Previous articleશહેર કોંગ્રેસ માયનોરિટી વિભાગ દ્વારા પ્રોજેકટ શક્તિનોંધ કાર્યક્રમ યોજાયો
Next articleહવે સામૂહિક વિકાસ કામની યાદીમાં કરી દેવાયેલ સુધારો