યુએસ ઇમિગ્રેશન ફંડની નવા યુગના ભારતીય રોકાણકારોના સર્જન તરફ નજર

817
guj2102017-6.jpg

ભારતીય રોકાણકારોની નવી બ્રાન્ડ સર્જવાના લક્ષ્ય સાથેના વ્યૂહાત્મક પગલામાં યુએસ ઇમિગ્રેશન ફંડે મુંબઈ અને દિલ્હી બંનેનો સમાવેશ કરવા માટે ભારતીય શહેરોમાં પ્રારંભિક ઑફિસો સ્થાપવાનો નિર્ણય કર્યો છે.  મુંબઈમાં પ્રેસ ઇવન્ટ ખાતે બોલતાં નિકોલસ એ મેસ્ટ્રોઇએની  ૈંૈં કે જેઓ મલ્ટી-બિલિયન ડૉલર યુએસ ઇમિગ્રેશન ફંડના સીઇઓ અને ચેરમેન છે તેઓ માને છે કે વિદેશમાં વ્યાપારનું વિસ્તરણ કરવામાં માનતા રોકાણકારોનું સર્જન કરવામાં ભારત ઝડપથી ચીન સાથે કદમ મિલાવી રહ્યું છે.  
મેસ્ટ્રોઇએની કે જેઓ ેંજીૈંહ્લના સહસ્થાપક છે તેઓ માને છે કે અત્યંત શિક્ષિત એવા ખાસ્સા વિશાળ અને વિકાસશીલ મધ્યમ અને ઉચ્ચવર્ગ સાથેની ૧.૩ અબજની વસ્તી જોતાં ભારત ઈમ્-૫ વિઝા માટે એક મહત્ત્વનો દેશ બનશે અને તે પ્રગતિશીલ જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લાં ૮ વર્ષમાં મૂળ ચીની નાગરિકો તરફથી ઈમ્-૫ વિઝાના વપરાશમાં ૨૦૦૦%થી વધારે વૃદ્ધિ થઈ છે જે વર્ષ દીઠ ઇસ્યૂ કરવામાં આવતા ૧૦,૦૦૦ ઈમ્-૫ વિઝાના ૭૭% જેટલા છે. ચીન સાથે મળતી આવતી ભારતની જનસંખ્યા રૂપરેખાને જોતા માને છે કે ભારત માત્ર એક જ વર્ષમાં રોજગાર આધારિત પાંચમી પસંદગી (ઈમ્-૫)ના વર્ગનું બીજું સૌથી મોટું વપરાશકર્તા બનશે. તેમ નિકોલસ મેસ્ટ્રોઇએની કહે છે. ઈમ્-૫ કાર્યક્રમ ૧૯૯૦માં યુએસ કોંગ્રેસ દ્વારા એ હેતુથી બનાવવામાં આવ્યો હતો કે જેથી ભારે નેટવર્થ ધરાવતાં વિદેશી રોકાણકારો અમેરિકન વ્યાપારમાં એવી રીતે રોકાણ કરીને અમેરિકાના વિઝા મેળવી શકે જેનાથી નોકરીઓનું સર્જન થતાં અમેરિકન અર્થતંત્રને લાભ થાય. ઈમ્-૫ કાર્યક્રમ હેઠળ લાયક સાબિત થવા માટે વિદેશી રોકાણકારે લાયક નવા કમર્શિયલ વ્યાપારમાં ઇં૧ મિલિઅનનું રોકાણ કરવાનું હોય છે. જો નવો કમર્શિયલ વ્યાપાર ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયા (્‌ઈછ)માં આવેલો હોય તો આ રકમ ઘટીને ઇં૫૦૦,૦૦૦ થાય છે.  યુએસ ઇમિગ્રેશન ફંડ (ેંજીૈંહ્લ) પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ કરે છે. અમે એવા નવા કમર્શિયલ વ્યાપારને સંગઠિત કરીને અને નિયંત્રિત કરીને ઉપાય પૂરો પાડીએ છીએ જેમાં વિદેશી રોકાણકાર રોકાણ કરીને ઈમ્-૫ કાર્યક્રમ હેઠળ અમેરિકન વિઝા મેળવી શકે.રિયલ એસ્ટેટ ડેવલપર્સ, કમર્શિયલ લીડર્સ, કન્સ્ટ્રક્શન, ફાઇનાન્સ, લીગલ અને માર્કેટિંગના પ્રોફેશનલ્સની અનુભવી ટીમ કંપનીનું નેતૃત્વ કરે છે અને વિદેશી રોકાણકારોને તેમનાં નાણાં કમર્શિયલ વ્યાપારના પૂલમાં મૂકવામાં મદદ કરે છે જેઓ એવા વિકાસકીય પ્રોજેક્ટને લોન આપે છે અથવા તેમાં રોકાણ કરે છે જેનાથી અમેરિકામાં કાયમી નોકરીઓનું સર્જન થાય, તેમ  ેંજીૈંહ્લના સીઇઓ સમજાવે છે. ેંજીૈંહ્લ અલગથી એવાં રોકાણનાં વાહનોની પણ વ્યવસ્થા કરે છે જેમાં પ્રમાણિત રોકાણકારો, ફેમિલિ ઑફિસો અને લાયક સંસ્થાકીય ખરીદદારો રોકાણ કરી શકે છે. વિશિષ્ટ રીતે, આનું માળખું પસંદગીનાં ઇક્વિટી રોકાણો તરીકે
બનાવવામાં આવે છે અને મહત્ત્વની સંભાવના સાથે રિયલ એસ્ટેટના ડીલમાં ભાગ લેવા માંગતાં રોકાણકારો માટેઆકર્ષક હોય છે. ેંજીૈંહ્લની શરૂઆત થઈ ત્યારથી તેણે ૨૪ પ્રોજેક્ટ્‌સમાં મૂડી ઊભી કરી છે અથવા મૂડી ઊભી કરવાના પ્રયત્નોમાં છે જે વિકાસમાં લગભગ ઇં૧૫ અબજ અને ઈમ્-૫ ફંડમાં ઇં૩ અબજનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ઈમ્-૫ સ્થાનિક કેન્દ્ર કાર્યક્રમમાં આગેવાન છે અને સમગ્ર વિશ્વમાં ન્યૂ યૉર્ક સિટિથી લૉસ એન્જિલસ, કેલિફોર્નિયા અને ૬,૦૦૦થી વધુગ્રાહકો તરફથી રોકાણની વિશ્વવિખ્યાત તકો ધરાવે છે.આંકડાઓને ટાંકતાં મેસ્ટ્રોઇએની જણાવે છે, ૧૯૮૦થી ૨૦૧૬ સુધી ભારતની આપ્રવાસી જનસંખ્યામાં દસ ગણોવધારે થયો જે ૨૦૬,૦૦૦થી વધીને ૨.૦૫ મિલિઅન થઈ છે જે લગભગ દર દસ વર્ષે બમણી થાય છે. આજે,ભારતીય નાગરિકો કામચલાઉ હાઇ-સ્કિલ્ડ વર્કર ૐ-૧મ્ વિઝા સૌથી વધુ મેળવે છે, જે  ેંજીઝ્રૈંજી દ્વારા મંજૂરકરવામાં આવતી ૐ-૧મ્ અરજીઓનો મોટો ભાગ છે. અમેરિકામાં ભણવા માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મોકલનાર ભારત ચીન બાદ બીજો સૌથી મોટો દેશ પણ છે. 

Previous articleપાલીતાણા વીજ કચેરી સામે બુઢણાના ખેડૂતોનો હલ્લાબોલ
Next articleઅમદાવાદની પ્રથમ ‘રૂમેથોન’ માં આર્થરાઈટીસ અંગે જાગૃતિ પ્રસારવાના શપથ લેવાશે