હેવમોર આઈસ્ક્રીમ લિમિટેડ તેની ૭૩મી વર્ષગાંઠની ઉજવણી કરશે

760
guj11102017-1.jpg

વર્ષ ૧૯૪૪થી સ્વાદિષ્ટ ઓફર સાથે ગ્રાહકોને ખુશ કરતી અગ્રણી પ્યોર આઈસ્ક્રીમ બ્રાન્ડ હેવમોર આઈસ્ક્રીમ ધનતેરસના પવિત્ર પ્રસંગે તેની ૭૩મી વર્ષગાંઠ ઉજવશે. હેવમોર ઉદ્યોગમાં સફળ બ્રાન્ડ ગણાય છે અને દેશના વિવિધ શહેરોમાં તેની કામગીરી ધરાવે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હેવમોર ધનતેરસના પવિત્ર દિવસે તેના ગ્રાહકોને વિશિષ્ટ અને નવીન ઓફર પ્રસ્તુત કરીને તેની વર્ષગાંઠની ઉજવણી કરશે.
આ ઉજવણીના ભાગરૂપે હેવમોર તેના કિંમતી ગ્રાહકોને પ્રીમીયમ આલ્મંડ કાર્નિવલ આઈસ્ક્રીમના પાર્ટી પેક સાથે પ ફુડ ગ્રેડ મલ્ટીપર્પઝ કન્ટેઈનર્સ આપશે અને ૨૦% ડિસ્કાઉન્ટની કુપન સાથે ઓફર કરશે.
પોતાની ૭૩મી વર્ષગાંઠની ઉજવણી પર ટિપ્પણી કરતાં હેવમોર આઈસ્ક્રીમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અંકિત ચોનાએ કહ્યું હતું કે, “હેવમોરની સ્થાપના ૧૯૪૪માં ધનતેરસના પવિત્ર દિવસે થઈ હતી અને આ ધનતેરસે ૭૩ વર્ષની સફર પૂર્ણ કરશે. તે અમારા માટે સફળ પુરવાર થઈ છે. અમારા ગ્રાહકોએ હેવમોર બ્રાન્ડને સફળ બનાવવામાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે અને આ સિધ્ધિ મેળવવામાં મદદ કરી છે.

Previous articleHDFC બેંક દ્વારા રાજકોટ પોલીસ માટે સાઈબર ક્રાઈમ રિસ્પોન્ડર ટ્રેનિંગ વર્કશોપ
Next articleધંધુકા આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ મતદાર જાગૃતિ અભિયાન યોજાયું