કલોલ ઉમિયા કેમ્પસમાં વિદ્યાર્થીનીઓને મફત સાયકલ અપાઇ

1274

કલોલ હાઇવે પર આવેલ ઉમિયા કેમ્પસ સ્થિત હીરામાણેક રાજપુર વાળા કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના સહયોગથી મળેલ આ સાયકલોનુ વિતરણ મંડળના મંત્રી માધુભાઈ પટેલના હસ્તે શાળામાં અભ્યાસ કરતી ૭૪ વિદ્યાર્થીનીઓને કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ વિણાબેન એસ પટેલ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Previous articleભાજપના ભવાન ભરવાડનો બફાટ, ‘હું ધારાસભ્ય હતો ત્યારે લોકોના પૈસા ખાઈ જતો’
Next articleગાંધીનગરના શેરથા ટોલટેક્સ પરથી ૨૮ કિલો ગાંજો ઝડપાયો