કોંગ્રેસની ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ

541
bvn31102017-11.jpg

આગામી વિધાનસભાની ચૂંટણી અંગે રાજકિય પક્ષો દ્વારા ધમધમાટ શરૂ કરી દેવાયો છે. અગાઉ બેઠકો માટે સેન્સ લેવાયા બાદ હવે આગેવાનો અને હોદ્દેદારો સહિત બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં આજે શહેરની બે બેઠકો માટે કોંગ્રેસ દ્વારા આજે સર્કીટ હાઉસ ખાતે મધ્યપ્રદેશથી આવેલા રાહુલસીંગ અને અનુરાગ પ્રતાપસિંગની ઉપસ્થિતિમાં શહેર પ્રમુખ રાજેશ જોશીની આગેવાની હેઠળ મિટીંગ કરવામાં આવી હતી. જેમાં સંગઠનના હોદ્દેદારો, મહાપાલિકા, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો તેમજ ચૂંટણી લડેલા ઉમેદવારો સહિત ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વિજયી બનાવવા માટે કેવી રીતે કામગીરી કરવી સહિતનું આગેવાનોએ માર્ગદર્શન અને માહિતી આપી હતી.