દામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ ભાવનો માહોલ

783

દેવોનાં દેવ મહાદેવનાં પ્રિય શ્રાવણમાસ હિન્દુ સંસ્કૃતિમાં ભક્તિભાવ પુજા-પાઠ સ્તુતિ આદિ ધાર્મિક આયોજનો માટે શ્રેષ્ઠ ગણાવે છે.

ભોળાભાવથી શિવજીનું સ્મરણ કરવાથી મનોકામના પૂર્ણ થતી હોય છે. શિવાલયોમાં શ્લોક અને મંત્રોથી ભક્તજનો સંતોેષ વ્યક્ત કરતા હોય છે. ‘શિવ કા દાસ કભી ન ઉદાસ’મંત્રથી જીવનધન્ય થઈ જતુ હોય છે.

સમગ્ર દામનગર પંથક શિવમય બન્યુ છે. નજીકનાં પાડરશીંગા ગામ સ્થાપત્ય અને ધાર્મિકતાની દ્રષ્ટીએ અતિ પૌરાણીક છે. અહિંયા સ્વ. આપા સુરાબાપુ ગોલણબાપુ ખુમાણને કુંભનાથ મહાદેવ (દામનગર)નાં પ્રત્યુક્ષ દર્શન પામેલનો ઈતિહાસમાં સમાવેશ છે. હાલ સુરાબાપુની જગ્યા દાનબાપુનુ દેવળ (પાડરશીંગા)નાં મહંત જ્ઞાન દાસજી ગુરૂ સુર્યપ્રકાશદાસ બાપુ અગાઉ જામનગર અને ભચાઉ હતા ત્યારથી શ્રાવણમાસ મૌન લે છે. એટલે કે ૧૯૮૯ મૌન વ્રત ધારણ કરે છે. અને ૧૯૮૯થી રામકથાની શરૂઆત કરેલ અને પાડરશીંગા આ સ્થાન પર પહેલીવાર કરેલ અને પાડરશીંગામાં આ સ્થાન પર પહેલીવાર મૌન લઈ રહ્યા છે. અહિંયા સરકુભેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નર્મદેશ્વર મહાદવેનું મંદિર નિર્માણ પામી રહ્યુ છે. કાયમી અન્નક્ષેત્ર શરૂ છે. તેમજ દામનગર ગારીયાધાર રોડ પર આવેલ નકળંગધામ આશ્રમનાં મહંત બાલકદાસબાપુ વર્ષોથી શ્રાવણમાસનાં પ્રારંભથી ભાદરવા સુદ અગીયારસ સુધી મૌન વ્રત ધારણ કરે છે આ બન્ને ધાર્મિક સ્થળોએ ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Previous articleઅંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ૭રમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
Next articleશિવકુંજ આશ્રમ જાળીયામાં ચાલી રહેલ પંચ મહાયાગ