શહેરી વિસ્તારના ગરીબ કલ્યાણ મેળાનો ૬૩૧૦ લાભાર્થીઓને લાભ

1352
bvn15102017-14.jpg

આજે મોતીબાગ ટાઉન હોલ ખાતે મહાપાલિકા દ્વારા શહેરી વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો સંસદીય સચિવ વિભાવરીબેન દવે સહિતની ઉપસ્થિતિમા યોજાયો હતો. સંસદીય સચિવ શ્રીમતી દવે સહિતના મહાનુભાવોના હસ્તે પ્રતિક સ્વરૂપે ૩૧/- લાભાર્થીઓને વિવિધ પ્રકારની યોજના અંતર્ગત સાધન સહાય, ચેક વિતરણ કરાયુ હતુ. કુલ ૬૩૧૦/- લાભાર્થીઓને કુલ રૂપિયા ૭૭.૯૪/- કરોડની સહાય ચુકવાઈ રહી છે.
આ પ્રસંગે વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે ૯ તબક્કાના ગરીબ કલ્યાણ મેળા થકી ૧૪૫૩ ગરીબ કલ્યાણ મેળા યોજી તેમાં ૧.૨૦ કરોડ લાભાર્થીઓને કરોડો રૂપિયાની હાથો હાથ સહાય આપી તેમનુ જીવન ધોરણ ઉંચુ લાવવાના છેલ્લાં ૧૦ વર્ષથી પ્રયાસો હાથ ધર્યા છે દસમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળા દ્વારા સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં પણ શહેરી વિસ્તારના કુલ ૬૩૧૦/- લાભાર્થીઓને કુલ રૂપિયા ૭૭.૯૪/- કરોડની સહાય ચુકવાઈ રહી છે.જેમાં માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વયવંદના સહાય યોજના, નિરાધાર વ્રુદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના શિષ્યવ્રુત્તિ સહાય યોજના સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. શ્રમિકો માટે શ્રમિક અન્નપુર્ણા યોજના થકી તેઓને રૂપિયા ૧૦/-મા પૌષ્ટિક ગરમાગરમ ભોજન અપાય છે. ૧૮૧/- અભયમ વાન દ્વારા મહિલાઓને સુરક્ષા કવચ પુરુ પાડવામા આવે છે. કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજનાના માધ્યમથી દેશના ૨ કરોડ ગરીબોના ઘરમા ગેસ કનેકશન પુરુ પાડ્‌યુ છે. ગરીબો,વંચિતો, પીડીતોના કલ્યાણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 
આ કાર્યક્રમમાં મેયર નિમુબેન બાંભણીયા, શ્રમિક કલ્યાણ બોર્ડના ડીરેક્ટર ગાયત્રીબા સરવૈયા, નાયબ મેયર મનભા મોરી, શાસકપક્ષના નેતા યુવરાજસિંહ ગોહિલ, સ્થાયી સમિતિના ચેરમેન સુરેશ ધાંધલ્યા, પૂર્વ મેયર બાબુભાઈ સોલંકી સહિત કોર્પોરેટરો તથા મ્યુ. કમિશનર એમ.આર. કોઠારી, નાયબ મ્યુ. કમિશ્નર અસારી, રાણા, સીટી ઈજનેર એસ. જે. ચંદારાણા તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.