વરસાદી સ્થિતિને લઈને CM રૂપાણીએ સમીક્ષા બેઠક યોજી

1759

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પાછલા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી એ આ સમીક્ષા બેઠકમાં ભાગ લઇ વરસાદી સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં આ વરસાદને પરિણામે જે નવા જળનો આવરો થયો છે તેની વિગતો મેળવી હતી. આ વરસાદને પરિણામે રાજ્યના સૌથી વિશાળ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ આ બે દિવસ દરમિયાન ૨૭૮ સ્ઝ્રસ્ પાણી આવ્યું છે. મધ્ય ગુજરાતના પાનમ, કરજણ, કડાણા અને દક્ષિણ ગુજરાતના ઉકાઈ જળાશયો સહિત રાજ્યના ૨૦૩ ડેમ-જળાશયોમાં પાછલા બે દિવસમાં ૨૭૮ સ્ઝ્રસ્ પાણીનો આવરો થયો છે. સમગ્રતયા જળાશયોમાં ૫૫૬ સ્ઝ્રસ્ નવું પાણી આવ્યું છે.                 શનિવારે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ સરદાર સરોવર ડેમમાં ૧ લાખ બે હજાર ક્યુસેક્સ પાણીનો આવરો રહ્યો છે, તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.   મુખ્યમંત્રીએ કચ્છના ટપ્પર ડેમને પીવાના પાણી માટે નર્મદા જળથી ત્વરાએ ભરી દેવાની સૂચનાઓ બેઠકમાં આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યના કચ્છ સહિત જે વિસ્તારોમાં હજુ પાંચ ઇંચ (૧૨૫ મિ.મિ.)થી ઓછો વરસાદ છે ત્યાં રાહત દરે ઘાસચારાનું વિતરણ યથાવત રખાશે. એટલું જ નહિં, પશુપાલકોને ઘાસચારાની કોઇ અછત ન રહે તેનો પૂરતો પ્રબંધ જિલ્લા વહિવટીતંત્રો દ્વારા કરવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા અંગેની તંત્રની સજ્જતાની પણ સમીક્ષા આ બેઠકમાં કરી હતી. દ્ગડ્ઢઇહ્લ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની ટૂકડીઓ અને ૨૪ટ૭ કાર્યરત કંટ્રોલ રૂમની સ્થિતિનો પણ તેમણે જાયજો મેળવ્યો હતો.      કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવએ આ બેઠકમાં કૃષિ-પાક સ્થિતિની વિગતો આપતા મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતાં કે આ વરસાદ કૃષિ વાવેતર માટે ફાયદાકારક નિવડ્યો છે. જે વિસ્તારોમાં ઓછાં વરસાદને કારણે પાક સ્થિતિ નબળી હતી ત્યાં આ વરસાદને પરિણામે પાકોને જીવતદાન મળ્યું છે.

આ બેઠકમાં મુખ્યસચિવ શ્રી ડૉ. જે. એન. સિંઘ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી મનોજ કુમાર દાસ, મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કૃષિના અધિક મુખ્ય સચિવ શ્રી સંજય પ્રસાદ, નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી રાઠૌર, જળ સંપત્તિના ખાસ સચિવ શ્રી પટેલ સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતાં.