રાજયમાં વરસાદી માહોલ અકબંધ : અંજારમાં ૩ ઈંચ

2246

 

ગુજરાતમાં સતત બીજા દિવસે પણ જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદના કારણે ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આજે સવારે કલાકોના ગાળામાં જ કચ્છના ગાંધીધામ તાલુકામાં ચાર ઈંચની આસપાસ વરસાદ થયો હતો. જ્યારે અંજારમાં ત્રણ ઈંચથી પણ વધુ વરસાદ થયો હતો. બે તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ ધ્રાગધ્રા, ચુડા, વધઈ અને વાંકાનેરમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છ

ે. આની સાથે જ ગુજરાતમાં મૌસમનો કુલ વરસાદનો આંકડો ૬૨.૦૩ ટકા સુધી થઈ ગયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ જુદા જુદા વિસ્તારમાં વરસાદ થયો છે. કલોલ ગાંધીનગરમાં ૪.૫ ઈંચ જેટલો વરસાદ થયો છે. ૨૧ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ્સ શરૂ થઈ ચુકી છે. છેલ્લા ચોવીસ કલાકના ગાળા દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં પણ ઉલ્લેખનિય વરસાદ થયો છે.

રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ થયો હતો. એક કલાકના ગાળામાં જ એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ધીમી ગતિએ સૌરાષ્ટ્રમાં વરસાદ રહ્યો છે. જામનગરથી લઈને ભાવનગર, જુનાગઢ, જસદણમાં હળવો વરસાદ નોંધાયો છે. ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગર, મોરબી, જામગનર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ભરૂચ, સુરત, નવસારીનો સમાવેશ થાય છે. વરસાદની માહોલના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે.

નર્મદા ડેમની જળ સપાટી ૧૧૩.૫૦ મીટરે પહોંચી

મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ ૧૧૩.૫૦ મીટરે પહોંચી ગઇ છે. છેલ્લા ૧૨ કલાકમાં જળ સપાટીમાં ૨.૫ મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી ૧,૦૨,૪૧૪ ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપવારસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો અને આવક નોંધાઇ રહ્યા છે.નર્મદા ડેમની સપાટીમાં ત્રણ મીટરનો વધારો થતા હવે અગામી ૯ મહિના સુધી રાજયને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. જેને લઇ નર્મદા ડેમના સત્તાધીશો અને રાજય સરકારને મોટી રાહત  થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં આજે શુક્રવારે ૧૧૧.૩૦ મીટરે પહોંચી હતી. ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે ૩થી ૪ સેન્ટિમીટર વધી રહી હતી. ગઈકાલે માત્ર ૧૨ કલાકમાં જ જળ સપાટી ૩૨ સેન્ટિમીટર વધી હતી. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ આ આવક ૪થી ૫ હજાર ક્યુસેક હતી. જે વધીને ૬૭૪૭.૦ હજાર ક્યુસેક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદ ન આવવાના એધાણને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટશે તેવી શકયતા હતી. પરંતુ મધ્યપ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાના પગલે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. તો, સરકાર અને તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. હજુ પણ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવાની તંત્રએ આશા સેવી હતી.