અક્ષયે  મને બોલિવૂડ પાર્ટીઓમાં ન જવા કહ્યું છે : મૌની  રૉય

2762

ટીવી સિરિય નાગિનથી ફેમસ એક્ટ્રેસ મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. બોલીવૂડ સ્ટાર એક્ટર અક્ષય કુમાર અને મૌની રૉયની ફિલ્મ ‘ગોલ્ડ’ ૧૫ ઓગસ્ટે રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. ગોલ્ડ ફિલ્મે પ્રથમ દિવસે ધમાકેદાર ઓપનીંગ કરી હતી. અક્ષય કુમારે ફિલ્મમાં બંગાળી વ્યક્તિ અને હોકી કોચ તપન દાસનો રોલ કર્યો છે. મૌની રૉય આ ફિલ્મને લઈને ઉત્સાહિત હોવાની સાથે નર્વસ પણ હતી. આજ કારણે ફિલ્મ શૂટિંગ વખતે અક્ષય મૌનીને મદદ કરતો હતો.