નિકને પાગલોની જેમ પ્રેમ કરે છે પ્રિયંકા’ : પરિણીતી ચોપડા

1345

પ્રિયંકા ચોપડા અને નિકની કાલે રોકા સેરેમની હતી. તેમના આ ફંક્શનમાં ઘણાં જ નજીકનાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે પછી સાંજે પ્રિયંકાએ મિત્રો અને પરિવાર માટે એક પાર્ટી રાખી હતી. પ્રિયંકા અને તેના પરિવાર માટે આ ફંકશન ઘણું જ ઇમોશનલ હતું. આ ખૂબસૂરત પ્રસંગે પ્રિયંકાની કઝિન પરિણીતિ ચોપડા પણ ઘણી ભાવુક થઇ ગઇ હતી. બોલિવૂડ અભિનેત્રી પરિણીતિએ આ અંગે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, ’આજે હું એક જાદૂ અને પરિકથાની સાક્ષી બની છું.’ પરિણીતિએ લખ્યું કે, ’ આજે હું એક જાદૂ અને પરિકથાની સાક્ષી બની છું. જ્યારે અમે નાના હતાં ત્યારે મીમી દીદી (પ્રિયંકા) અને હું ઘર ઘર રમતા હતાં. અમે શર્મીલી દુલ્હન બનતાં હતાં. કાલ્પિનિક બાળકો પણ થતાં હતા અને અમે અમારા પતિને ચા પણ પીવડાવતાં હતાં. આવું એટલા માટે કે અમે પહેલાથી જ પ્રેમના જાદુમાં માનતા હતાં. અમને ત્યારે આશા હતી કે અમને સારા દુલ્હા પણ મળશે.’ પરીએ આગળ લખતાં કહ્યું કે, ’આજે કોઇ લાગ-લપેટની વાત નહીં કરૂં. હું તેમના માટે નિક કરતા વધારે પરફેક્ટ માણસની કલ્પના નથી કરી શકતી. આજે સવારે મેં કહ્યું હતું કે, કોઇ વ્યક્તિને જોવાની બે રીત હોય છે. પહેલો તે કે તેની સાથે સફર કરો અને બીજો કે તેની સાથે જમો. નિક, મેં તમારી સાથે બંન્ને કર્યું છે એટલે હું જાણું છું.