મતદારોને ઈવીએમ-વીવીપેટ અંગેની સમજ અપાઈ

636
gandhi29112017-3.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદારોમાં ઈવીએમ અને વીવીપેટ અંગે જાગૃતિ ફેલાવવા સમગ્ર રાજ્યમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. 
આ અભિયાનના ભાગરૂપે આજે સચિવાલયમાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓ માટે ઈવીએમ-વીવીપેટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી લલિતભાઈ પાડલીયા તેમજ નાયબ સચિવ એમ.એ.ગોરીયા તથા હસમુખભાઈ ઠક્કર તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહીને કર્મચારી-અધિકારીઓને ઈવીએમ તથા વીવીપેટ અંગે માર્ગદર્શન પુરૂ પાડ્‌યું હતું.