કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા કેમ્પસ ટુ કોર્પોરેટ બાબતે વર્કશોપનું આયોજન

975
gandhi29112017-7.jpg

ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ) ના  તૃતીય વર્ષનાં તેમજ દ્વિતીય વર્ષ નાં ૨૧૦ વિદ્યાર્થીઓ માટે કેમ્પસથી કોર્પોરેટ માં સફળ કારકિર્દી ના ઘડતર માટેના વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ર્લનિંગ એન્ડ ડેવલોપમેન્ટ કન્સલ્ટન્ટ અમિતભાઈ દવે તેમજ પંકજ તિવારી દ્વારા વિદ્યાર્થીઓ ને ખુબ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. કોલેજ તરફ થી પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના દ્વારા મુખ્ય વક્તાને આવકારવા માં આવ્યા હતા. તેમજ તેમનો પરિચય આપ્યો હતો. તેમજ સાંપ્રત વિષય પર વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપી વર્કશોપ માટે સજ્જ કર્યા હતા. તેમજ કોલેજની આગામી દિવસોની પ્રવૃત્તિઓ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. અમિતભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને કેરિયર ઓપ્શન્સ બાબતે તલ સ્પર્શી માહિતી આપી હતી. 
વિદ્યાર્થીઓને માર્કેટિંગ ફાયનાન્સ કે એચ.આર. માં કારકિર્દી ઘડવા માટે પહેલા થી જે તે ક્ષેત્ર માટે પુરતી સમજ કેળવવી જોઈએ. તેમજ તેમને જેમાં રૂચી હોય તેમાં આગળ વધવું જોઈ એ બીજા ની સફળતા કે સલાહ મુજબ પોતે પણ શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરશે તેમ સમજવા બદલે પોતાની આંતરિક શક્તિ ને ઓળખી મેનેજમેન્ટ ના ઉપરોક્ત જણાવેલા કોઈપણ ક્ષેત્ર ને પસંદગી કરવી જોઈએ વધુમાં તેમને જણાવ્યું કે મેનેજમેન્ટ ના તમામા ક્ષેત્રમાં ખુબ  ઉજવવળ તકો છે. પરંતુ વિદ્યાર્થી ને પોતાની રૂચી તેમજ તેની આવડત ને આધારે કારકિર્દી ઘડતર નો મહત્વ નો નિર્ણય લેવો જોઈએ. સાથે સાથે તેમને જણાવ્યું હતું. કે તેઓ બીબીએ ના વિદ્યાર્થીઓને ઉપરોક્ત ત્રણ માંથી કોઈપણ ક્ષેત્રમાં ઇન્ટર્નશીપ તેમજ જોબ પ્લેસમેન્ટ માટે મદદરૂપ થશે. પરંતુ પહેલા વિદ્યાર્થી ને પોતે યોગ્ય વિકલ્પ ની પસંદગી કરવી પડશે. સાથે સાથે વિદ્યાર્થીઓ ને ઈન્ટરવ્યું માટેની તૈયારી બાબતે પણ ખુબ ઉપયોગી માર્ગદશન વકતાઓ એ આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ની બીબીએ કોલેજ વિદ્યાર્થીઓ ને પ્લેસમેન્ટ તેમજ ઇન્ટર્નશીપ બાબતે વર્ષપર્યંત પ્રયત્નશીલ રહે છે.  
સમગ્ર વર્કશોપનું સફળતા-પૂર્વક આયોજન કોલેજનાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ, પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના, પ્રો.માર્ગી દેસાઈ, પ્રો.પ્રજ્ઞેશ નવલખા, ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.

Previous articleબાપુનો કોંગ્રેસ પર કટાક્ષ, મત લેવા માટે સોફ્ટ હિંદુત્વ કામ નહીં આવે
Next articleમતદારોને ઈવીએમ-વીવીપેટ અંગેની સમજ અપાઈ