ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

643
bvn212018-8.jpg

ભારતીય જનતા યુવા મોરચા ભાવનગર મહાનગર દ્વારા તા.ર૦-૧-ર૦૧૮ના રોજ સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ અનુસંધાને ૧૦ થી પ દરમિયાન પંડિત દિનદયાળ ભવન ભાજપ કાર્યાલય ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું.
આગામી ર૩ જાન્યુઆરીના રોજ સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ છે. સુભાષચંદ્ર બોઝના નારા તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાને સાર્થક કરતા આજરોજ યુવા મોરચાએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ. તેમાં દીપ પ્રાગટ્ય ભાવનગરના પ્રથમ નાગરિક નિમુબેન બાંભણીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, શહેર ભાજપના મંત્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, યુવા મોરચાના અધ્યક્ષ કુલદિપસિંહ ચુડાસમા, મહામંત્રી પાર્થભાઈ ગોંડિલયા ઉપસ્થિત રહ્યાં હતા.
આ રકતદાન કેમ્પમાં ભાવનગર સર ટી. હોસ્પિટલ બ્લડબેંકની ટીમે સહયોગ પુરો પાડેલ. આ રક્તદાન કેમ્પના ઈન્ચાર્જ રાજદિપસિંહ જેઠવા તથા સહ ઈન્ચાર્જ સંજયભાઈ વાઢેર તથા યુવા મોરચાના કાર્યકર્તાઓએ રક્તદાન કેમ્પ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.