પીએસઆઈ  ગોસાઈનો પરિવાર આઈજીના શરણે

4040

અમરેલી જીલ્લા પોલીસ અધ્યક્ષ નિર્લિપ્ત રાય સામે સીટી પીએસઆઈ ગોસાઈએ પોતાને એક કેસ બાબતે ઢોર માર માર્યાની ફરિયદા કરવા રેન્જ આઈજી ભાવનગર તેના પરિવાર સાથે દોડી ગયાથી જિલ્લાના જાંબાઝ પોલીસ વડા નિર્લિપ્ત રાયના શનિવારના પ્રકરણે પોલીસ બેડામાં સ્તબ્ધતા  પીએસઆઈને ભાવનગર રિફર કરાયા.

અમરેલી જીલ્લામાં ભુ માફીયા, દારૂ જુગાર કે ગુંડાગીરીને નેસ્ત નાબુત કરવા આજ સુધી અધિકારી અમરેલી જિલ્લાને મળ્યા જ નથી હા એક વખત સમય હતો જેના નામ આખા ગુજરાતમાં ફફડાટ અસામાજીક પ્રવૃત્તિ કરનારો ગુંડાગીરી કે ખુન ખરાબા જેવા બનાવો બનતા પહેલા સો વખત વિચારે કે આર.ડી.ઝાલા, સુખદેવસિંહ ઝાલા જેવા અધિકારીઓ તેમજ કડલ મહેતાની આવા તત્વોમાં ધાક રહેતી ત્યાર પછી ઘણા પીએસઆઈ આવ્યા કડક ન કહેવાય પણ જીદ્દીમાં છાપ ધરાવતા થઈ ગયેલ પણ સૌપ્રથમ પહેલીવાર અમરેલી જિલ્લાને આવા (કડક) જે વાસ્તવીક રીતે કડક મળ્યા જેનથી આખાય જિલ્લામાં ભુ માફીયાથી લઈ તમામ અસામાજીક તત્વોને ભો ભેગા કરવા કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના કોઈ ભલામણ લઈને જાય તો ભલામણ કારીઓ ગમે તેવા માથાઓને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટના નામે ફીટ કરી દીધાના અનેક દાખલાઓ બેસાડી દીધાથી સમગ્ર જિલ્લામાં અસામાજીક તત્વોમાં ચોવીસ કલાક ફફડાટ પેદા કરી દીધો ઉપરાંત આ બાબતે પોતાના પોલીસ બેડામાં પણ એટલી જ કડકાઈથી આદેશો આપી પોલીસ તંત્રમાં પણ ફફડાટ કોઈ હપ્તા વસુલી કે લગાવગીયાની પણ ખેર ન રાખતા આખરે પોલીસ બેડાના અમરેલી સીટી પીએસઆઈ ગોસાઈ ગત શનિવારના રોજ એક નાટયત્મક ઘટનાક્રમમાં એક ખુની હુમલાના તોહમતદારના કેસની તપાસ સોંપેલની કોર્ટના રિમાન્ડ બાબતે પીએસઆઈ ગોસાઈએ આક્ષેપ કર્યો કે અમારા એસ.પી. નિર્લિપ્ત રાયએ મને કહેલ કે આરોપીના રિમાન્ડ કેમ મંજુર ન કરાવ્યા અને મને ઢોર માર મારેલથી હોસ્પિટલમાં દાખલ થયેલ વીડીયો વાયરલ થયો જેમાં નિર્લિપ્ત રાય પોલીસ અધ્યક્ષ ઉપર મને ઢોર માર માર્યાનો ઉલ્લેખ કરેલ અને આ બાબતે અમરેલી પોલીસ મથકમાં જિલ્લા અધયક્ષ વિરૂધ્ધ ફરિયાદ દાખલ ન થતા આખરે ભાવનગર રેન્જ આઈ.જી. કોમાર પાસે ગોસાઈ પીએસઆઈના પરિવાર સહિત દોડી ગયા અને તેમને લેખીતમાં ફરિયાદ આપી આવા બનાવથી  જિલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. દરમ્યાન દાખલ થયેલ અમરેલી હોસ્પિટલથી ભાવનગર રીફર કરાયા છે જે હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે ભાવનગર રેન્જ આઈ.જી. કોમારે પીએસઆઈ ગોસાઈના પરિવારને ન્યાયની ખાતરી આપેલ છે.

પીએસઆઈ ગોસાઈની ભાવનગર ખાતે બદલી

અમરેલીમાં ચર્ચાસ્પદ પીએસઆઈ ગોસાઈને એસ.પી. નિર્લિપ્તએ ઢોર માર્યાની વાતને લઈ પીએસઆઈ ગોસાઈએ ભાવનગર રેન્જ આઈ.જી. કોમારને બનાવ અંગે રજુઆત કરી હતી. જેમાં પીએસઆઈ ગોસાઈની ભાવનગર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. પી.એસ.આઈ.ને મારમાર્યાની ઘટનાનથી સમગ્ર અમરેલી અને ભાવનગર પોલીસ બેડામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

પીએસઆઈ ગોસાઈને મારમાર્યાની તપાસ ડીવાયએસપીને સોંપાઈ

અમરેલી એસ.પી.એ આરોપીના રિમાન્ડ મંજુર ન થતાં પીએસઆઈ ગોસાઈને ઓફિસે બોલાવી ઢોર માર માર્યાની પીએસઆઈએ ભાવનગર રેન્જ આઈ.જી. કોમારને રજુઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી. જે સંદર્ભે રેન્જ આઈ.જી. કોમારે સમગ્ર ઘટના અંગેની યોગ્ય તપાસ કરવા ડીવાયએસપી મોણરાને સુચના આપી છે. આ અંગે પોલીસ બેડામાં ખળભળભાટ મચી જવા પામ્યો છે.

જિલ્લાભરના લોકોનું એસ.પી.ને સમર્થન

એક તરફ ફોજદાર ગોસાઈ દ્વારા પોલીસ વડાએ માર માર્યાનો આક્ષેપ લગાવાઈ રહ્યો છે ત્યારે શહેર અને જિલ્લાભરના લોકો વેપારીઓ ખેડુતો પોતાનો મત વ્યકત કરી રહ્યા છે કે ભલા ભલા ગુનેગારો નિર્લિપ્ત રાયનું નામ સાંભળે છે ત્યાં ઉભી પુંછડીયે ભાગતા કરી દીધા છે અને કઈક ગુનેગારોને ભો ભીતર કરેલ નિર્લિપ્ત રાય જેવા જાંબાઝ અધિકારીને અમારૂ પુરેપુરૂ સમર્થન છે.

ડીવાયએસપી, પીએસઆઈની હાજરીમાં મને મારમાર્યો – ગોસાઈ

પીએસઆઈ ગોસાઈએ તેના પરિવાર સાથે ભાવનગર દોડી જઈ ન્યાય માટે ફરિયાદથી રેન્જ આઈજીએ ર દિવસમાં તપાસ કરી ન્યાય આપવાની ખાત્રી આપી આઈજી સમક્ષ જણાવ્યું કે  ઘટના સમય તેને એલસબી ઓફિસમાં રિવોલ્વર આંચકી લઈ તેના શર્ટ ઉતારી લઈ પટ્ટા વડે  ઢોર માર મરાયો હતો અને તે વખતે ડાીવાય એસ.પી. પી. મોણરા, પી.આઈ દેસાઈ, એસ.ઓ.જી.ના પીએસઆઈ કરમટા, પીએસઆઈ શર્મા પણ હાજર હતાની રજુઆતથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Previous articleએરપોર્ટ રોડ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ શકુની જબ્બે
Next articleવેદના અને સંવેદનાના સંવાદથી અનેક યુવા વર્ગ સંસ્થાની પ્રવૃતતિઓમાં જોડાય છે