કોંગ્રેસ IT વિભાગની નોંઘણવદરમાં બેઠક મળી

654
bvn16102017-1.jpg

ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જિલ્લા કોંગ્રેસ આઈટી વિભાગ ગામડે ગામડે જઈને લોકોને યુવાનોને મળીને મજબુત રીતે કામ કરી રહ્યુ છે જ્યારે ચૂંટણી નજીક છે પ્રચાર અને પ્રસાર માટે સોશ્યલ મીડિયા અતિ મહત્વનું બની ગયુ છે. કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા મિલન કુવાડીયા અને જેમની ટિમ સોશ્યલ મીડિયામાં કોંગ્રેસપક્ષ માટે મહત્વનો ભાગ ભજવી રહી છે. 
હવે જિલ્લાની ટીમે ગ્રામ્ય લેવલે ગામડે ગામડે જઈને ધામા નાખ્યા છે આજે પાલીતાણાના નોંઘણવદર ગામે પ્રાથમિક શાળાના સંકુલમાં જિલ્લા પ્રમુખ શિવાભાઈ ડાભી, તાલુકા પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ બારૈયાની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી. જેમાં શિવાંગ જૈન, પાર્થ ત્રિવેદી, સંજય ચૌહાણ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિત નવ લોહિયા યુવાનોને આગામી ચૂંટણી લક્ષીની કામગીરી અને રણીતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સોશ્યલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરી શકાઈ તેની ખાસ વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી જ્યારે આજે પાલીતાણા તાલુકામાંથી ત્રીશ જેટલા યુવાનો કોંગ્રેસ આઈટી વિભાગમાં જોડાયા છે જેમને આવકારી સન્માનિત કરીને હોદ્દા આપીને નિમણુંક કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદીપ કથીરીયાએ કર્યુ હતું.

Previous articleપાલિતાણા જેલના કેદીઓએ પોતાના ઘરે દિવાળી કાર્ડ લખી શુભેચ્છા આપી
Next articleકલાસંઘ દ્વારા રંગોળી હરીફાઈ…