કેરળના પુનઃ નિર્માણ માટે ૭૦૦ કરોડ આપવાની UAEની જાહેરાત

1290

કેરળમાં વિનાશકારી પુર બાદ સ્થિતીમાં હવે સુધારો થઇ રહ્યો છે. કારણકે પુરના પાણી મોટા ભાગના વિસ્તારોમાં ઉતરી રહ્યા છે.વરસાદમાં પણ બ્રેકની સ્થિતી મુકાયા બાદ બચાવ અને રાહત કામગીરી વધુને વધુ ઝડપી કરવામાં આવી રહી છે. સ્થિતીમાં સુધારો થયો હોવા છતાં હજુ પણ ૫૬૪૫ રાહત કેમ્પોમાં ૧૦ લાખ લોકો છે. તેમને જરૂરી સુવિધા અને સહાય આપવાની બાબત સરકાર માટે પડકારરૂપ છે. ૮મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૨૨૩ સુધી પહોંચી ગયો છે. ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે.

સંયુક્ત અરબ અમીરાતે હવે કેરળના પુનઃ નિર્માણમાં ૭૦૦ કરોડ રૂપિયા આપવાની વાત કરી છે. જુદા જુદા રાજ્યો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ૪૦ હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. ૨૬૦૦૦ મકાનો નાશ પામ્યા છે. એક લાખ કિલોમીટરના માર્ગો નાશ પામ્યા છે. અર્થતંત્રની કમર તુટી ગઈ છે. ૧૩૪ પુલ પણ નુકસાન પામી ચુક્યા છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે.

કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર હોવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. કેરળમાં આઠમી ઓગષ્ટ બાદથી અભૂતપૂર્વ પુરના કારણે મોતનો આંકડો ૨૨૩ ઉપર પહોંચી ગયો છે. માત્ર ૧૩ દિવસના ગાળામાં જ ૨૨૩ લોકોના મોત સાબિત કરે છે કે  વિનાશક પુરની સ્થિતી શુ છે. હજુ મોટી સંખ્યામાં લોકો લાપત્તા પણ થયેલા છે. ૫૬૪૫ રાહત કેમ્પમાં ૧૦ લાખ લોકોને રાખવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકો માટે તમામ વ્યવસ્થા કરવાની બાબત પણ મુશ્કેલીરૂપ છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે.  અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૩૮૭ સુધી પહોંચી ગયો છે. ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ૧૦ લાખની આસપાસની છે જે ૫૬૪૫ રાહત કેમ્પમાં છે. ૯મી ઓગસ્ટ બાદથી મોતનો આંકડો ૨૨૩  સુધી પહોંચી ગયો છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે. આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. આ નદીઓના કારણે જળપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે.  દસ  હજાર કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૪ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે.  પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. જે વિસ્તારોમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં ઇડુક્કી, મલપ્પુરમ, વાયનાડ જિલ્લાવો સમાવેશ થાય છે.   ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. નુકસાનનો આંકડો તો અભૂતપૂર્વ છે. કોચિ મેટ્રો બંધ રાખવામાં આવી છે. તમામ અસરગ્રસ્ત વિસ્તારોમા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે .   નોકાસેના, સેના, એનડીઆરએફ અને હવાઈ દળની ટુકડી પણ અસરગ્રસ્ત વિસ્તારમાં લાગેલી છે. પુરના કારણે સૌથી વધુ કોઝીકોડ, ઇડુક્કી, કન્નુર અને વાયનાડમાં અસર થઇ છે. .કેરળમાં હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી કોઇ શક્યતા દેખાતી નથી. ૮૦ બંધને ખોલી દેવામાં આવ્યા છે. કોચીમાં નેવલ એરપોર્ટ  ખાતેથી ફ્લાઇટ ઓપરેશનની શરૂઆત કરી દેવામાં આવી છે. બેંગલોરથી પ્રથમ એર ઇન્ડિયાની ફ્લાઇટ પહોંચ્યા બાદ તંત્રને પણ રાહત થઇ છે. સિવિલિયન ફ્લાઇટ હવે ઉતરાણ કરી રહી છે. યાત્રી આવવા લાગી ગયા છે.