દામનગર હોસ્પિટલને સ્વચ્છતા એવોર્ડ એનાયત

1045

દામનગર શહેરમાં ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટરને સ્વચ્છતા બદલ અમરેલી જિલ્લામાં દ્વિતીય કક્ષાનો એવોર્ડ એનાયત ગુજરાત રાજ્યના નવનિયુક્ત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે અર્પણ ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો પી વી દવે ડો પ્રકાશ વાધેલા અધિક નિયામક ડો જે એલ મીના સહિત ના અધિકારી ઓ દ્વારા કાયાકલ્પ અંતર્ગત અમરેલી જિલ્લા માં બીજા ક્રમે આવતા દામનગર સી એસ સી ના તબીબ ડો સ્વામી અને દામનગર સિવિલ હોસ્પિટલ સ્ટાફ  સારી સ્વચ્છતા ની કામગીરી બદલ એવોર્ડ અર્પણ કરાયો હતો દામનગર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ સ્વચ્છતા ઉડી ને આંખે વળગે તેવી સફાઈ સમગ્ર સિવિલ હોસ્પિટલ સ્ટાફ ની સતર્કતા અને સફાઈ માટે ની ચીવટ ખૂબ સારી હોવા થી અમરેલી જિલ્લા માં દ્વિતીય કક્ષા નો એવોર્ડ મળતા સમગ્ર હોસ્પિટલ સ્ટાફ માં ખુશી જોવા મળી હતી. દામનગર સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર ને ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ તરફ થી સ્વચ્છતા બદલ આ એવોર્ડ મેળવતા સમગ્ર દામનગર સિવિલ સ્ટાફ માં ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી.

Previous articleજગ વિખ્યાત જાળવેશ્વર મહાદેવનો મહિમા નિરાળો
Next articleરાજુલા નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ઉપવાસ આંદોલન