રાજુલા નગરપાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા ઉપવાસ આંદોલન

695

રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારોને થયેલ અન્યાય બાબતે સફાઈ કામદારોને કાયમી ધોરણે વર્ષોથી રાજુલા શહેરની સફાઈ કરી રહેલને કાયમી કરવા તમામ સફાઈ કામદારોની માંગ સાથે ઉપવાસ છાવણીમાં બેઠેલ તમામની મુલાકાતે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.

રાજુલા નગરપાલિકાના વર્ષોથી સફાઈ કામદારો નોકરી કરી શહેરભરની સફાઈ ગંદકી હટાવી રહ્યા હોય તે સફાઈ કામદારોને હજુ કાયમી માન્યતા ન મળવાથી અને જેને સરકારી યોજનાઓનો જેવી કે છઠ્ઠુ, સાતમુ પગારપંચના લાભથી વંચીત રહેતા મુખ્યમંત્રી સુધી જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત કરેલ હોય તેનો હજુ કોઈ પ્રતિભાવ ન મળતા તમામ સફાઈ કામદારો તેની રોજીરોટી બંધ કરી ઉપવાસ છાવણીમાં સફાઈ કામદારોના આગેવાન વિજયભાઈ કાળુભાઈ ચૌહાણ, સુનિલભાઈ ભુપતભાઈ ચૌહાણ, લાલજીભાઈ જીવરાજભાઈ ચૌહાણ, રોહિતભાઈ અરવિંદભાઈ ઝાપડીયા, લાલજીભાઈ કાનજીભાઈ ઝાપડીયા સહિત બહોળી સંખ્યામાં સફાઈ કામદારો આજે ૪થા દિવસે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી અને સર્વ સફાઈ કામદારોને આશ્વાસન આપ્યું હતું કે, રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ.

Previous articleદામનગર હોસ્પિટલને સ્વચ્છતા એવોર્ડ એનાયત
Next articleધંધુકા-ધોલેરા માર્ગ પર અવર લોડ વાહનોની અવર-જવરથી અકસ્માતોની સંખ્યામાં વધારો