મહાપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ

834

મહાનગરપાલિકા વિસ્તારોના ચોથા તબકકા સેવા સેતુ કાર્યક્રમ ભુતા ઋુગનાથ પ્રા.શાળા વાલ્કેટગેઈટ, ભાવનગર ખાતે વિધાનસભા પુર્વ) વિસ્તારના કરચલીયા પરા વોર્ડનો યોજેલ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, ક.પરા. વોર્ડના એસ.જે. ચંદારાણાની ઉપસ્થીતિએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો હતો. જેમાં ઉપસ્થિતિમાં ગુમાસ્તા ધારા હેઠળના લાયસન્સ, આવકનો દાખલો, સોંગદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડમાં અમૃતક કાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યકિતલક્ષી રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે ૬૬૯ લાભાર્થીઓને લાભ લીધો હતો.