નર્મદા ડેમની સપાટી ૧૧૮.૮૩ મીટર  ૪ દિવસમાં ૧૨૨ મીટરને ક્રોસ કરશે

1981

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમનની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી ૧૧૮.૮૩ મીટર પર પહોંચી છે. આ જળ સપાટી અગામી ૪ દિવસમાં વધીને ૧૨૧.૯૨ મીટરે જવાની શકયતા છે. હાલ ડેમમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ૧૦૫૦ સ્ઝ્રસ્ છે. હાલ ઉપરવાસમાંથી ૧૮,૪૬૭ ક્યુસેક પાણીની આવક થઈ છે.

વરસાદના પગલે શુક્રવારે ઉપરવાસમાંથી ૩૨,૫૩૬ ક્યુસેક પાણીની આવક થઈ હતી. ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૧ મીટરનો વધારો થયો છો. ડેમની સપાટી ગઈકાલે ૧૧૮.૩૯ મીટરે હતી. જે વધીને આજે ૧૧૮.૮૩ મીટરે પહોંચી છે.

ગઈકાલે પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ૯૮૮.૦૪ સ્ઝ્રસ્ હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે ૧૨ દિવસ ગુજરાતને પાણી આપવાની જાહેરાત કરી હતી. જે પોકળ સાબિત થઈ છે.ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ છે. આ પાણીની આવકના પગલે ડેમની સપાટીમાં અનુક્રમે સતત વધારો થઈ રહ્યો છે. સતત થઈ રહેલા વરસાદને પગલે ડેમની સપાટી અગામી દિવસોમાં ૧૨૧.૯૨ મીટરે પહોંચે તેવી શકયતા છે.

Previous articleત્રિવેણી સંગમમાં વાજપેયીની અસ્થિઓનું કરાયેલું વિસર્જન
Next articleભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદીના હસ્તે ઉદ્‌ઘાટન થશે