ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મોદીના હસ્તે ઉદ્‌ઘાટન થશે

2292

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળ સાધુ બેટ ખાતે રૂબરૂ મુલાકાત લઇ ત્યાં આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રતિમા આગામી તા.૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તૈયારીઓને લઇ અધિકારીઓ અને તંત્રના માણસોને જરૂરી સૂચના પણ આપી હતી. તા. ૨૫ ઓક્ટોબર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી પૂર્ણ થવાની શકયતા છે. મુખ્યમંત્રી દ્વારા યોજાયેલી મહત્વની બેઠકમાં ધ્યાન દોરાયું હતું કે, સમગ્ર વિશ્વમાં સરદાર પટેલની સૌથી ઉંચી એવી આ પ્રતિમાનું સ્ટીલ સ્ટ્‌કચર કામ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં અને બ્રોન્ઝનું કામ તા.૧૦ ઓક્ટોબર સુધીમાં અને સંપુર્ણ ફિનિશિંગ તા.૨૫ ઓક્ટોબર સુધીમાં પુરું કરવાની દિશામાં હાલ યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશે. મુખ્યમંત્રીએ આ સમગ્ર પરિસર વ્લર્ડ ક્લાસ બનવાનું છે, તેની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પરિસરમાં સફાઈ, સિક્યુરિટી, કાફેટેરિયા, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ વૈશ્વિક સ્તરની વિક્સાવવામાં આવશે.

૧૮૨ મીટર ઊંચાઈની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘન મીટર કોનક્રિટના જથ્થો વપરાશ કરવામાં આવશે. આ સિવાય ૧૮૫૦૦ મેં.ટન સ્ટીલ, ૭૦ હજાર મેં.ટન સિમેન્ટ અને ૨ હજાર મેં.ટન બ્રોન્ઝ વપરાશે. ઉલ્લેખનીય છે કે, ૨૨૦૦૦ ચો.મીટર  જેટલો આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. અંદાજે રૂ.૨૯૮૯ કરોડના ખર્ચે આ પ્રોજેકટ તૈયાર થશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પરિસરની સાથે-સાથે બોટિંગ, વેલી ઓફ ફ્‌લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો અને તંત્રના અધિકારીઓને પ્રોજેકટના લોકાર્પણ સંબંધી તૈયારીઓને લઇ જરૂરી સૂચના અને નિર્દેશો પણ આપ્યા હતા.

Previous articleનર્મદા ડેમની સપાટી ૧૧૮.૮૩ મીટર  ૪ દિવસમાં ૧૨૨ મીટરને ક્રોસ કરશે
Next articleહાર્દિક પટેલના ઉપવાસ શરૂ