રાજુલાના ગાંધી મંદિર ખાતે સર્વપક્ષીય આગેવાનોએ અટલજીને શ્રધ્ધાંજલી અર્પી

1171

રાજુલા ગાંધી મંદિર ખાતે ભારતરત્ન અટલબિહારી વાજપેયીજીનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ અન્ય જિલ્લા-તાલુકામાં પ્રેરણાદાયક યોજાયો. જેમાં પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી અને જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણના અધ્યક્ષસ્થાને આમંત્રિત રાજુલા, જાફરાબાદના કોંગ્રેસ-ભાજપના રાજકિય આગેવાનો, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે, કોંગ્રેસ શહેર પ્રમુખ નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, વેપારી એસોસીએશન મહામંત્રી બકુલભાઈ વોરા, પીઠાભાઈ નકુમ, સરપંચ એસોસીએશન તાલુકા પ્રમુખ વિરભદ્રસિંહ ડાભીયા, તાલુકા ભાજપ મંત્રી કનુભાઈ ધાખડા, કાતર દરબાર દાદબાપુ વરૂ, વિનુભાઈ વોરા, વનરાજભાઈ વરૂ, કિશોરભાઈ બારોટ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ જેન્તીભાઈ જાની તેમજ પત્રકાર મિત્રો સહિત ગામ આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો સહિત અટલ યુગપુરૂષ અને દેશની તમામ જનતા તમામ રાજકિય પક્ષોના હૃદયમાં માનભર્યુ સ્થાન પામનાર ભારત દેશમાં સૌપ્રથમ કોઈ હોય તો તે હતા અટલબિહારી વાજપેયીજીને શ્રધ્ધાંજલી અપાઈ.

હીરાભાઈ સોલંકીએ તેમના વ્યક્તિત્વમાં કહેલ કે સ્વ.મહાપુરૂષ અટલજી જતા દેશ જાણે નોંધારો બની ગયો હોય તેવી રાષ્ટ્ર ભક્તિ ગુણો અટલજીએ નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય સંસ્કારોનું સિંચન કરેલ છે તો આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં તમામ ભાઈઓને વિનંતી સાથે અરજ કે અટલજીના વિચારો પોતાના હૃદયમાં ઉતારી રાષ્ટ્રનું હિત વિચારવાનો સમય આવી ગયો છે. જો તેમાં ગાફલત રાખીશું તો ફરી ફરી સમય નહીં આવે અને ખૂબ જ પસ્તાવાનો વારો આવશે માટે સાચા અર્થમાં મહાપુરૂષ અટલજીને શ્રધ્ધાંજલી ત્યારે દીધી કહેવાય કે આપણે સૌ સાથે મળી રાષ્ટ્રની હીત વિચારો અંતમાં સૌને અટલજીની રાષ્ટ્રભક્તિની જાંખી હીરાભાઈ સોલંકીએ કરાવેલ.

Previous articleબરવાળા પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત : બેને ગંભીર ઈજાઓ
Next articleમીશા અત્યારે પ્લે સ્કૂલમાં છે તેને ત્યાં જ રહેવા દો : શાહિદ કપૂર