હવે કુમારસ્વામીના સત્તામાં ૧૦૦ દિવસ પરિપૂર્ણ થયા

685

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે પોતાની અવધિના ૧૦૦ દિવસ પુરા કરી લીધા હતા. પોતાની સદી ઉપર વાત કરતા કુમાર સ્વામીએ કહ્યું હતું કે, સરકારી કામ ભગવાનનું કામ હોય છે. ભગવાન પ્રત્યે વધી રહેલી આસ્થાની પાછળ પણ મોટા કારણો રહેલા છે. તેમના જીવનમાં ૧૫મી મે ૨૦૧૮ બાદ જોરદાર ફેરફાર થયા છે. ત્યારબાદ ભગવાન પ્રત્યે તેમની આસ્થા વધી ગઈ છે. મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદથી હજુ સુધી ૫૦થી વધુ મંદિરોમાં તેઓ દર્શન કરી ચુક્યા છે. દરમિાયન સરકારમાં ૧૦૦ દિવસ પુરા થવાના પ્રસંગે કુમારસ્વામીએ નવી દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, તેઓ માત્ર ૧૦૦ દિવસ પુરા થવાના પ્રસંગે રાહુલને મળવા પહોંચ્યા હતા. આ માત્ર મિત્રતાની મુલાકાત હતી. મુખ્યમંત્રીના પત્નિ અનિતા કુમારસ્વામીએ કહ્યું હતું કે, કુમારસ્વામી ભગવાનમાં આસ્થા રાખે છે પરંતુ પોતાના પિતા અને ભાઈની જેમ નથી.

આ લોકોએ ક્યારે પણ પુજા અથવા તો અન્ય વિધિ ઉપર ભાર મુક્યો નથી. જ્યારે તેમને પૂજા અંગે કહેવામાં આવે છે ત્યારે પહોંચી જાય છે. એકાએક કુમારસ્વામીમાં ભગવાન પ્રત્યે વધતી આસ્થા વધવા માટે કેટલાક કારણો રહેલા છે. તેમના જીવનને હાલના સમયમાં એક નવી દિશા મળી ગઈ છે. કુમારસ્વામીમાં ભગવાન પ્રત્યે આસ્થા એ વખતે વધી ગઈ હતી જ્યારે ૧૫મી મેના દિવસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી શરૂ થઇ હતી. એ દિવસે બેંગ્લોર શહેરમાં તાપમાન ૨૨ ડિગ્રી હતું. એ દિવસે તેઓ પૂજા કરવા માટે પહોંચ્યા હતા. કુમારસ્વામી માટે ચિંતા વધી ગઈ હતી. તેમને ૧૨ વર્ષ બાદ સત્તામાં વાપસીનો ઇંતજાર હતો. મતગણતરીની શરૂઆત થયા બાદ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું.

એક વખતે ભાજપની ૧૧૮ સીટ પર લીડ હતી જેથી તેમની તકલીફ વધી ગઈ હતી.