રાજુલાના હિંડોળા નજીક કવ્વાલી પ્રોગ્રામ સાથે દાતાર પીરના ઉર્ષની થયેલી ઉજવણી

1016
guj25102017-6.jpg

રાજુલાના હિંડોળા નજીક આવેલ હાઈવે પર બિરાજમાન હજરત મીરા સૈયદ દાતાર પીરના ઉર્ષ શરીફની કોમી એકતા સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.રાજુલા-જાફરાબાદ અને સમસ્ત બાબરીયાવાડ પંથકની હિન્દુ – મુસ્લિમ જનતાના એકતાના પ્રતિક સમા દાતાર પીરનું ઉર્ષ શરીફનું આયોજન મુંજાવર ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અસરની નમાજ બાદ સંદલ શરિફ તથા ન્યાઝ તકસીમ કરાઈ હતી અને રાત્રીના નમાજે ઈશા બાદ મશહુર કવ્વાલીનો પ્રોગ્રામ પણ યોજાયો હતો. જેમાં પીરી મુરશીદીની શાનદાર કવ્વાલીઓ પડવામાં આવી હતી. આ તકે પીર સૈયદ કાળુબાપુ, એચ.કી.બી.ના સભ્ય્‌, મહમંદભાઈ ગાહા પ્રમુખ અને સમાજના આગેવાનો તથા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં.