લુણસાપુર ખાતે નાગપંચમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

930

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે પ્રસિધ્ધ (નાગદેવતા) લુણસાપુરીયાદાદાના આશ્રમે પવિત્ર તહેવાર નાગપાંચમના દિવસે દેશ પરદેશથી રાજુલા, નાગેશ્રી, ટીંબી, સાવરકુંડલા, મહુવા ઉના સુધીના વિસ્તારથી શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને આવતા માનવ મહેરામણની માનવ સેવાર્થે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીના પુત્ર ભાવેશભાઈ સોલંકી, રણછોડભાઈ મકવાણા, સંજયભાઈ સાંખટ, ભરતભાઈ બારૈયા, કાનાભાઈ અને કમલેશભાઈ (માધવ) ખડેપગે હાજર રહી પગપાળા જતા યાત્રાળુઓને ચા અને ઠંડા પાણી આપીને યાત્રાળુઓને વિસામો લેવરાવી માનવ સેવાનું ભગીરથ કાર્ય કરેલ તેમજ લુણસાપુરીયા દાદાએ આજે ભવ્ય લોકમેળાનું તેમજ મંદિરની જગ્યા દ્વારા યાત્રાળુઓને મહાપ્રસાદની વ્યવસ્થા આશ્રમ દ્વારા કરાયેલ. જેમાં લુણસાપુર ગામના કાઠી ક્ષત્રિય સરપંચ વિજયભાઈ કોટીલા ટ્રસ્ટી પૂજારી ભીખારામબાપુ, પ્રફુલદાદા અને આશ્રમના સેવાભાવી લુણસાપુરના કાઠી ક્ષત્રિયો રવિરાજભાઈ નાજભાઈ કોટીલા, દિગુભાઈ સહિતની ટીમે મહાપ્રસાદ રસોડાની સેવા બજાવેલ.