ધંધુકાના ગલસાણા ગામે ‘પાસ’ દ્વારા ઉપવાસ આંદોલન કાર્યક્રમ યોજાયો

1061

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપવા પાટીદાર સમાજ, ખેડૂતો અને સમસ્ત ગલસાણા ગામના ગ્રામજનો દ્વારા ગલસાણા ગામે તા.૩૧-૮-ર૦૧૮ના રોજ એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજાયા હતા.

આ પ્રતિક ઉપવાસમાં ઉપસ્થિત રહેલા ભાઈ-બહેનોને પાસના કાર્યકરો ગોપાલ ઈટાલીયા, જીજ્ઞેશ પટેલ તેમજ જીતુ પટેલે સંબોધન કર્યુ હતું. પાસ કાર્યકર દલપત પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વક્તાઓએ તેમના પ્રવચનમાં પાટીદારોને અનામત, ખેડૂતો દેવામાફી તેમજ અલ્પેશ કથીરીયાને આરોપ મુક્ત કરવાની માંગણીને દોહરાવી હતી.