ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં મતદાન ૯  અને ૧૪ ડિસેંબર, ૧૮મીએ પરિણામ

886
guj25102017-8.jpg

અમદાવાદ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કાનું મતદાન 9 ડીસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 14 ડીસેમ્બરે થશે. મતગણતરી 18 ડીસેમ્બરે થશે. ગુજરાતમાં આજથી જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 9 ડીસેમ્બરે મતદાન થશે અને બીજા તબક્કામાં 14 ડીસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. ગુજરાતના 4.33 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, એમ ચૂંટણી પંચના કમિશ્નર એ. કે. જોતિએ જણાવ્યું હતું.
ગુજરાતમાં 50,128 પોલીંગ બુથ. તમામ મતદારોને અપાશે વૉટર સ્લીપ, વૉટર સ્લીપ મતદાનના 7 દિવસ પહેલા અપાશે, ગુજરાતના 4.33 કરોડ મતદારોને અપાશે વૉટર સ્લીપ, મતદાનના સમયમાં એક કલાકનો વધારો થઈ શકે છે, 22 જાન્યુઆરી સુધી ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ, ગુજરાતમાં 102 ઑલ વુમન પોલીંગ સ્ટેશન રહેશે, મતદાન મથકની ગુપ્તતા જળવાય તે માટે વિશેષ વ્યવસ્થા કરાશે, સંવેદનશીલ મથક પર સીસીટીવી મુકાશે, બોર્ડર પરના બુથ પર ખાસ નજર રખાશે, તમામ ચૂંટણીસભાઓની વિડિયોગ્રાફી થશે, મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલી શકે છે, મતદાનમાં વીવીપેટનો ઉપયોગ થશે, દરેક ઉમેદવારે એફિડેવિટ ફાઈલ કરવી પડશે, ગુજરાત રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ, ગુજરાતી ભાષામાં વોટિંગ ગાઈડ અપાશે, ચૂંટણી ખર્ચનો હિસાબ 30 દિવસમાં આપવો પડશે, દરકે ઉમેદવારે અલગથી એકાઉન્ટ ખોલાવવું પડશે, ચૂંટણી ખર્ચની મર્યાદા 28 લાખ રૂપિયા રહેશે, મતદારો માટે હેલ્પલાઈન સેન્ટર ખુલશે, ચૂંટણીમાં ગરબડ થાય તો એપ દ્વારા ફરિયાદ કરી શકાશે, ટીવી, સિનેમા, એફએમ રેડિયો પરની જાહેરાત પર રહેશે નજર, બલ્ક એસએમએસ માટે મંજૂરી લેવી પડશે, ગુજરાતની ચૂંટણીના વેબકાસ્ટિંગની સુવિધા રહેશે, ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી, પ્રથમ તબક્કાનું મતદાન 9 ડીસેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 14 ડીસેમ્બરે, 18 ડીસેમ્બરે મતગણતરી, 14 ડીસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કરવા આવશે

Previous article મંજુર થયેલા લે-આઉટ પ્લાન સાથેની રજા ચીઠ્ઠી મેયરના હસ્તે આપવામાં આવી 
Next article કારોબારી બેઠકમાં ર૬ ઠરાવો મંજુર